ભયાનક અકસ્માત : બસ ખીણમાં ખાબકતા બાળકો સહિત એક ડઝનથી પણ વધારેના મોત, બસના પણ ઉડી ગયા પરખચ્ચા

અંદર બાળકો પણ હતા અને ખીણમાં ખાબકી બસ, સ્કૂલના બાળકો સહિત અધધધ લોકોની મોત, લાશોનો ઢગલો થયો

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવતા હોય છે. છેલ્લા ઘણા દિવસોમાં ભયનાક અકસ્માતના પણ કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે હાલ વધુ એક ભયાનક અકસ્માતની ખબર સામે આવી રહી છે. હિમાચલ પ્રદેશના કુલ્લુ બસ અકસ્માત જિલ્લામાં સોમવારે એટલે કે આજે એક મોટી દુર્ઘટના ઘટી છે. આ અકસ્માતમાં 16થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં શાળાના બાળકો પણ સામેલ છે. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે.

માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આસપાસના લોકોની મદદથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ મોટી દુર્ઘટના કુલ્લુ જિલ્લાના શૈનશરમાં બની છે. શાળાના બાળકો અને અન્ય લોકો ખાનગી બસમાં મુસાફરી કરી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે બસમાં લગભગ 40 જેટલા લોકો સવાર હતા. બસ જંગલા ગામ પાસે પહોંચી હતી.

ત્યારે અચાનક તે લગભગ 200 મીટર નીચે ઉંડી ખીણમાં ખાબકી હતી. બસ શનશરથી ઓટ જઈ રહી હતી. ડેપ્યુટી કમિશનર અનુસાર, બચાવ કાર્ય ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 16 મૃતદેહો મળી આવ્યા છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અકસ્માત એટલો મોટો હતો કે બસના પરખચ્ચા ઉડી ગયા હતા. બસની અંદર લોકોના મૃતદેહ ફસાઈ ગયા હતા. તેમને બહાર કાઢવા ઘણા મુશ્કેલ પણ રહ્યા.

આ ભયાનક દુર્ઘટના પર પ્રધાનમંત્રી મોદીએ પણ શોક જતાવ્યો છે. PMO ઇન્ડિયા તરફથી કરવામાં આવેલ ટ્વીટમાં લખ્યુ છે કે, હિમાચલપ્રેદશના કુલ્લૂમાં થયેલ બસ અકસ્માત હ્રદય કંપાવી દેનાર છે. આ દુખદ ઘડીમાં મારી સંવેદનાઓ શોક સંતપ્ત પરિવારો સાથે છે. મને ઉમ્મીદ છે કે જે લોકો ઘાયલ છે તે જલ્દી જ ઠીક થઇ જશે. સ્થાનીય પ્રશાસન પ્રભાવિત લોકોને શક્ય હોય તેવી સહાયતા પ્રદાન કરી રહ્યા છે.

આ ઉપરાંત પીએમ મોદીએ બસ દુર્ઘટનાને કારણે જીવ ગુમાવનાર લોકોને PMNRF તરફથી 2-2 લાખ અને ઘાયલોને 50 હજાર રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે.

Shah Jina