દીકરીની બધી જરૂરિયાતો પૂરી કરવા પિતા રાત્રે પણ નોકરી કરવા જતા અને અહીંયા દીકરી એવું કામ કરતી કે જાણીને પિતાના પગ નીચેથી જમીન ખસી ગઇ

લો બોલો ! અમદાવાદની સગીરાએ મોજશોખ પૂરા કરવા બનાવ્યા એટલા બધા બોયફ્રેન્ડ કે માથુ ચકરાઇ જશે, સેનેટરી નેપકીને વેચવાના બહાને કરતી એવુ કામ કે…

રાજયભરમાંથી ઘણીવાર એવી ઘટનાઓ સામે આવતી રહે છે કે જે સાંભળી ઘણીવાર તો આપણે માથુ ખંજવાળવા લાગીએ. ત્યારે હાલ અમદાવાદમાંથી એક એવા કિસ્સાએ ચકચાર જગાવી મૂકી છે, જે ખરેખર ચોંકાવનારી છે. અમદાવાદમાં એક 15 વર્ષિય સગીરા તેના પિતા અને દાદી સાથે રહે છે. તેની માતા ન હોવાથી પિતા તેની જરૂરિયાત પૂરી કરવા માટે રાત્રે પણ નોકરી કરતા હતા પરંતુ દીકરીએ તો તેના મોજશોખ પૂરા કરવા માટે એવું કર્યુ કે, આખરે પિતાને 181 અભયમનો સંપર્ક કર્યો હતો.  મહિલા હેલ્પલાઇનના કાઉન્સીલરે સગીરાને સમજાવી અને આ મામલો થાળે પાડ્યો હતો.

પ્રતિકાત્મક તસવીર

આ સગીરા જયારે 2 મહીનાની હતી ત્યારે તેની માતા ઘર છોડી કયાંક જતી રહી હતી અને તે બાદ આ દીકરીનો પિતા અને દાદીએ જ ઉછેર કર્યો હતો. પિતાએ બીજા લગ્ન ન કર્યા અને તેના બદલે દીકરીને સારી રીતે રાખવાનો નિર્ણય કર્યો હતો. દીકરીની બધી જરૂરિયાતો પૂરી થાય અને તેને કોઇ તકલીફ ન પડે તે માટે તેઓ રાત્રે પણ નોકરી કરતા હતા અને દીકરી જે કહે તે તેને લાવી પણ આપતા હતા. પરંતુ આ દીકરી તો તેની જ ધૂનમાં હતી. તેણે પિતા સાથે અલગ અલગ ઘણી વસ્તુઓની માંગણી કરી અને તે બાદ પિતાએ તેને મર્યાદામાં રહેવાનું પણ જણાવ્યુ હતુ, પરંતુ તે ના માની અને મોજશોખના રવાડે ચઢી ગઇ.

સગીરાએ તેની દાદીને કહ્યુ હતુ કે, તે સેનેટરી નેપકીન વેચીને કમાશે અને શોખ પૂરા કરશે. તે બાદ તે સેનેટરી નેપકિન વેચવાના બહાને બહાર રહેવા લાગી અને ઘણીવાર તો તે રાત્રે મોડા મોડા ઘરે આવતી. તેની દાદીએ તેને રાતના સમયે બહાર ન રહેવાનું જણાવ્યુ. પરંતુ સગીરાએ તો તેની દાદીને ધમકી આપી કે તે મોડીરાત સુધી બહાર રહે છે તે વાત તેના પિતાને જણાવી તો તે છોડશે નહિ. સગીરાએ તેની દાદી સાથે મારઝૂડ પણ કરી હતી.

પ્રતિકાત્મક તસવીર

ત્યારબાદ સગીરાના પ્રેમસંબંધની જાણ તેના પિતાને થઇ ગઇ. સગીરા 5-6 જેટલા છોકરાઓ સાથે પ્રેમસંબંધ ધરાવે છે અને આ અંગેની જાણ પિતાને થતા તેઓ ચોંકી ગયા અને તેમના તો પગ નીચેથી જમીન ખસી ગઇ. તે બાદ અભયમ ટીમની મદદ લેવાઇ. અભયમની ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કર્યુ અને તે બાદ સગીરાને તેની ભૂલ સમજાઇ. તેણે પિતા અને દાદીની માફી પણ માંગી હતી. તેના પિતા તેને સાથે રાખવા તૈયાર ન હતા અને તે બાદ તેને તેના મોટાપપ્પાના ત્યાં મોકલવામાં આવી હતી.

Shah Jina