અમદાવાદમાં 14 વર્ષની સગીરાને થયો 30 વર્ષના યુવક સાથે પ્રેમ, માતા પિતા આગળ લગ્ન કરવા માટે જીદે ભરાઈ અને પછી…

અમદાવાદમાં કાચી ઉંમરે સગીરાને 30 વર્ષના યુવક લફડું કર્યું, બિચારા માં-બાપે ઘણું સમજાવ્યું તો પણ….છેલ્લે થયું આવું

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પ્રેમ પ્રસંગોના ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હોય છે. જેમાં ઘણા મોટી ઉંમરના લોકો નાની ઉંમરની છોકરીઓને પ્રેમજાળમાં ફસાવીને તેમની સાથે સંબંધો બાંધતા હોય છે અને પછી તેમને તરછોડી દેતા હોય છે, તો ઘણીવાર સગીરાઓ પણ આવા લોકોના પ્રેમમાં પાગલ બની જતી હોય છે, ખાસ કરીને આવી ઘટનાઓ સોશિયલ મીડિયા મારફતે વધુ બનતી હોય છે. પરંતુ હાલ અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક 14 વર્ષની છોકરીને 30 વર્ષના યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં પોતાના માતા પિતા સાથે રહેતી અને ધોરણ 9માં અભ્યાસ કરતી એક 14 વર્ષની સગીરાને 30 વર્ષના યુવક સાથે પ્રેમ સંબંધો બંધાયા હતા, જેના બાદ તે તેની સાથે જ લગ્ન કરવા માટે જીદે ચઢી હતી. દીકરીની આ જીદને લઈને માતા પિતા પણ હેરાન પરેશાન થઇ ગયા હતા. જેના કારણે તેના પિતાએ ઘર પણ બદલી નાખ્યું અને બીજે રહેવા માટે પણ ચાલ્યા ગયા. છતાં દીકરી તે યુવકને મળતી રહી.

આ સગીરા તે 30 વર્ષના યુવકના પ્રેમમાં એટલી તરબોળ થઇ ગઈ હતી કે તેનું ભણવામાં પણ મન નહોતું લાગતું. જેના કારણે પણ તેના પિતા પરેશાન થઇ ગયા હતા અને આખરે તેમને ઘર બદલાનું નક્કી કર્યું અને બીજે રહેવા ચાલ્યા ગયા. દીકરીએ પણ પિતાને અંધારામાં રાખીને યુવક સાથે વાત ના કરતી હોવાનું જણાવ્યું, પરંતુ પિતાની પીઠ પાછળ તે સગીરા યુવકને મળતી રહી અને તેની સાથે વાતો પણ કરતી રહી, પકડાઈ જવાના ડરથી તેણે યુવકનો નંબર પણ કોઈ અન્ય યુવતીના નામથી જ સેવ કર્યો હતો.

છતાં પણ તેના માતા પિતાને આ વાતની જાણ થઇ ગઈ. સગીરાના પિતા પણ તેની સાથે મિત્ર જેવું વર્તન કરતા હતા, આથી દીકરીને આ બધામાંથી બહાર લાવવા માટે તેમણે અભયમનો સંપર્ક કર્યો. અભયમની ટીમે સગીરાનું કાઉન્સિલિંગ કર્યું અને સગીરાને તેના ભણતર વિશે સમજાવ્યું, આ ઉપરાંત કાચી ઉંમરમાં લગ્ન કરતા કેવી કેવી સમસ્યાઓ થાય છે તેના વિશે પણ તેને અવગત કરી. જેના કારણે દીકરી અભયમ ટીમની વાત સમજી અને ફરીથી આવું નહિ કરવાની બાંહેધરી આપી.

Niraj Patel