અચાનક માતમમાં બદલાઇ ગઇ ખુશીઓ, દર્દનાક અકસ્માતની તસવીરો જોઇ તમે પણ ધ્રુજી જશો, 14ના મોત

MP-UP બોર્ડરને જોડતા નેશનલ હાઈવે 30 પર (National highway Fatal Accident) એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 14 શ્રમિકોનાં મોત થયા છે. જ્યારે 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ માહિતી બાદ મધ્ય પ્રદેશની સોહાગી (Road Accident Rewa Madhya Pradesh) પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે રેસ્ક્યુ ઓપરેશન કરીને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત શ્રમિકોને ટૂનથર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેતું એડમીટ કરવામાં આવ્યા છે. આ ઘટના શુક્રવાર રાતની હોવાનું જાણવા મળે છે. આ બસ જબલપુરથી રીવા થઈને પ્રયાગરાજ જઈ રહી હતી.

ગુજરાત સમેત દેશભરમાં અવાર નવાર ભીષણ અકસ્માતની ખબરો સામે આવે છે, જેમાં અનેક લોકોના મોત પણ નિપજતા હોય છે. ત્યારે હાલ દીવાળીના તહેવારની વાત કરીએ તો, આ સમયે રજાઓમાં પણ વધુ અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. ઘણીવાર રોંગ સાઇડ વાહનને કારણે તો ઘણીવાર વાહનમાં કોઇ ટેક્નિકલ ખરાબીને કારણે અકસ્માત થતા હોય છે. કેટલીક વાર તો વાહન ચાલકની બેદરકારીને કારણે પણ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. હાલમાં શનિવારે એટલે કે આજે વહેલી સવારે એક દર્દનાક અકસ્માત સર્જાયો

અને દીવાળી મનાવી ઘરે પરત ફરી રહેલા લોકોની ખુશીઓ અચાનક માતમમાં ફેરવાઈ ગઈ. શનિવારની વહેલી સવારે મધ્યપ્રદેશના રીવામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો. જે બસ અને ટ્રક સહિત ત્રણ વાહનો વચ્ચેનો હતો. ત્રણેય એકબીજા સાથે અથડાયા હતા, જેમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. બસ અને ટ્રક વચ્ચેની આ ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં સવાર 12 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 2 લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં 100થી વધુ મુસાફરો હતા અને મૃતકોમાં મોટાભાગના યુપી અને બિહારના રહેવાસી હતા. આ અકસ્માતમાં 35-40 જેટલા લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જેઓ કેબિનમાં અને આગળની સીટ પર બેઠેલા હતા તેમના મોત થયા છે. રીવા કલેક્ટરના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના પર્વતના ઘાટમાં થઈ હતી. યુપી પાસિંગની બસ જબલપુરથી રીવા થઈને પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ) જઈ રહી હતી.

સાથે જ નેશનલ હાઈવે-30ની ટેકરી નીચે ઉતરતી વખતે અકસ્માતનો શિકાર બની છે. બસની કેબિનમાં 3-4 લોકો પણ ફસાયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે, અકસ્માતનું કારણ જાણી શકાયું નથી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ટ્રક રોડ પર આગળ જઈ રહેલા અન્ય કોઈ વાહન સાથે અથડાઈ હતી, જેના કારણે ડ્રાઈવરોએ અચાનક બ્રેક લગાવી દીધી હતી અને આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતી પેસેન્જર બસ ટ્રક સાથે અથડાઈ હતી,

કારણ કે ટક્કર સીધી હતી. જેથી બસની કેબિનમાં બેઠેલા લોકોની સાથે આગળની સીટ પર બેઠેલા મુસાફરોનું પણ મોત થયું હતું. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.બસ હૈદરાબાદથી પ્રયાગરાજ જઈ રહી હતી અને મોટા ભાગના લોકો શ્રમિકો છે, જેઓ દિવાળી મનાવવા માટે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.

Shah Jina