13 તોલા સોનાની ચોરી થઇ તો યુવકે રાખી માં મોગલની માનતા પછી થયો એવો ચમત્કાર કે…

એવું કહેવાય છે કે માં મોગલ મોગલધામમાં હાજરાહજુર બેઠા છે અને તેઓ શરણમાં આવતા ભક્તોનાં મનની બધી જ વ્યથા સાંભળે છે અને જો ભક્ત દ્વારા સાચા દિલથી માં મોગલની ભક્તિ કરવામાં આવે તો માં અવશ્ય ભક્તોનાં દુઃખ દુર કરે છે. માં મોગલે ઘણા નિ:સંતાન દંપતિના ઘરે બાળકોનો આશીર્વાદ આપ્યો છે, તો ઘણા પર આવી પડેલી મોટી આફત પણ તેમણે દૂર કરી છે.

માં મોગલના દર્શન કરવા ઘણા ભક્તો આવે છે અને ભક્તો માં પ્રત્યે અતુટ આસ્થા અને વિશ્વાસ રાખતા પણ હોય છે.ત્યારે કચ્છનાં કબરાઉમાં મોગલ સાક્ષાત બિરાજમાન છે, અને તેઓ ભક્તોના દુઃખ પણ દુર કરે છે. ખાસ વાત તો એ છે કે માંના શરણમાં જે પણ ભક્તો આવે છે તે તેમને ક્યારેય પણ માં ઉદાસ થઈને ઘરે પરત નથી મોકલતી. ભક્તો માનતા પુરી કર્યા બાદ માં મોગલનાં શરણમાં આવે છે.

ઘણીવાર એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેનાથી માં મોગલ સાક્ષાત બિરાજમાન હોવાનો પુરાવો પણ મળે છે. ત્યારે એક એવો કિસ્સો સામે આવ્યો કે એક યુવક 13 તોલા સોનાના દાગીના લઈને કબરાઉ આવી પહોંચ્યો અને આ યુવકે મણિધર બાપુને જણાવ્યુ કે મારી માનતાને સ્વીકારો, માં મોગલે મોટો પરચો આપ્યો છે. જો કે, તે પછી મણિધર બાપુએ તેને પૂછ્યુ કે તે શેની માનતા રાખી હતી.

તો યુવકે જણાવ્યું, આજથી થોડા સમય પહેલા તેના ઘરે ચોરી થઇ હતી અને આ ચોરીમાં 13 તોલા સોનાના દાગીનાની ચોરી થઇ હતી. યુવક અને તેના પરિવારે દાગીના શોધવાનો ઘણો પ્રયાસ કર્યો પણ કંઇ હાથ ના લાગ્યુ. અંતે થાકી યુવકે માં મોગલની માનતા માની અને માનતા માન્યાના થોડા જ સમયમાં 13 તોલા સોનાના દાગીના આપો આપ ઘરમાં આવી ગયા. જો કે, આ જોઇ આખો પરિવાર ચોંકી ગયો અને પછી બધા જ લોકો માં મોગલના પરચાને જાણી ગયા.

Shah Jina