ધોરણ-12નું વિજ્ઞાન પ્રવાહનું 82.45% અને સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ, છોકરીઓ સામે છોકરાઓએ બાજી મારી
આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઇ ગયુ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે માર્ચ 2024માં લેવામાં આવેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ સાથે સાથે ગુજકેટનું પરિણામ પણ આજે એટલે કે 9 મેના રોજ સવારના 9 વાગ્યે જાહેર કરવામાં આવશે.
પરિણામ ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મુકાયું છે. ત્યારે વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ જાહેર થયુ જેમાં કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 97.97 ટકા અને બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું 47.98 ટકા છે. સામાન્ય પ્રવાહની વાત કરીએ તો, ગાંધીનગરનાં છાલા કેન્દ્રનું સૌથી વધુ 99.61 ટકા જ્યારે ખાવડા કેન્દ્રનું સૌથી ઓછું 51.11 ટકા છે.
જણાવી દઇએ કે, સામાન્ય પ્રવાહમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળા 1609 છે. 12માંનું તો પરિણામ આવી ગયુ છે હવે ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વારો છે. ધોરણ 10નું પરિણામ 11 મેના રોજ જાહેર થશે અને આ પરિણામ તમે બોર્ડની વેબસાઈટ પર જઈને સવારે 8 વાગ્યે જોઈ શકશો.