પાટડીના 12મુ પાસ યુવકે ભંગારમાંથી એવું બુલેટ બનાવ્યું કે જોઈને તમે પણ વિચારતા જ રહી જશો…70-75ની એવરેજ આપે છે.

સુરેન્દ્રનગરના ગામડાના 12 પાસ યુવકે ભંગારના સાધનોમાંથી કોઠાસૂઝથી બુલેટ બનાવ્યું, આ જોઈને એન્જિનિયરો પણ શરમાઈ જશે જુઓ PHOTOS

આજકાલના યુવાનોમાં બુલેટ લઈને ખાસો ક્રેઝ જોવા મળે છે. ઘણા યુવાનો બુલેટ ફેરવવાના શોખીન હોય છે, પરંતુ શોખ ક્યારેક સર્જનાત્મકતા તરફ લઇ જવાના ઘણા ઉદાહરણો આપણે જોયા છે, આવું જ એક ઉદાહરણ પાટડીના એક 12મુ ધોરણ પાસ યુવકે કરી બતાવ્યું છે, જેને ભંગારમાંથી બુલેટ બનાવી અને લોકોને પણ હેરાન કરી દીધા છે.

પાટડી તાલુકામાં આવેલા બજાણા ગામના યુવાન ઇમરાન મલેક પોતાની કોઠા સૂઝ અને દૃઢ સંકલ્પના કારણે વર્ષો જુના ભંગારની અંદરથી 70થી 75 કિલોમીટર પ્રતિ લીટર સુધીનું એવરેજ આપતું મોડીફાય બુલેટ બનાવ્યું છે. આ યુવાન આશાસ્પદ પણ છે અને તેની ઈચ્છા રણની અંદર તેના દ્વારા બનાવવામાં આવેલી ઇલેક્ટ્રિક જીપ્સી અને બાઈક દોડાવવાની પણ છે.

તમને જાણીને એ પણ નવાઈ લાગશે કે ઇમેરાને આ બુલેટ તેના માટે નથી બનાવ્યું, પરંતુ તેને આ બુલેટ તેના એક મિત્ર માટે બનાવ્યું છે. ભંગારમાંથી બનાવેલા આ બુલેટને તેને મોડીફાય અને કલર કર્યો છે. જેના બાદ તે આ બુલેટ તેના એક મિત્રને ભેટ આપવા માંગે છે. ઇમરાન માત્ર 12મુ ધોરણ પાસ છે.

આ બુલેટ બનાવવા પાછળ ઈમરાનને ત્રણથી ચાર મહિનાનો સમય લાગ્યો છે, અને તે રોજના 3-4 કલાક કામ કરતો હતો, જેના બાદ તેને આ બુલેટ બનાવવામાં સફળતા મળી છે. જયારે આજે પેટ્રોલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે અને તેમાં પણ બુલેટ જેવી બાઈક ખુબ જ ઓછું એવરેજ આપે છે ત્યારે ઇમરાન દ્વારા બનાવવામાં આવેલું આ બુલેટ 70-75નું એવરેજ આપે છે.

આ બાબતે ઇમરાન જણાવે છે કે, “જેમ પહાડી વિસ્તારોમાં લોકોમાં બુલેટ ચલાવવાનો આગવો ક્રેઝ હોય છે. એમ મારી ઇચ્છા છે કે, મારા બનાવેલા ડિઝલ બુલેટ રણમાં દોડતા જોવા મળે. આ કામમાં મારી મદદે ફેબ્રિકેશનના કામમાં રાજુભાઇ મીસ્ત્રી, બુલેટને કલરકામમાં ઇબ્રાહિમભાઇ અને ઓટો કેર સોફ્ટવેર માટે મારા મિત્ર શ્રીજેશ પંચાલે મદદ કરી હતી.”

પોતાના આગામી સપના અને બુલેટ બનાવવાના કામ વિશે ઇમરાન જણાવે છે કે, ” અત્યાર સુધીમાઆ બુલેટમા જે પાર્ટ દેખાઈ રહ્યા છે. એ બધા જુના પાર્ટને કલર અથવા બફિંગ કરીને ફિટ કરેલા છે. હવે જે પાર્ટ લાગશે એ બધા નવા આવશે. હવે મારી ઇચ્છા હું રણમા ટુરિસ્ટને ફેરવવા માટે ઇલેક્ટ્રિક જીપ્સી કરવાનું વિચારી રહ્યો છુ. એનાથી વેર‍ાન રણમાં ફોટોગ્રાફરોને પક્ષીઓની વધુ નજીક જઇ શકાશે અને પ્રદૂષણ પણ શૂન્ય રહશે અને સાથે અવાજ ન હોવાને કારણે પક્ષીઓને ડિસ્ટર્બ પણ નહીં કરે.”

Niraj Patel