ભગવાન ભલું કરે…!!! બાળકી તુલસી પાસેથી આ વ્યક્તિએ કેરી 1.20 લાખ માં લીધી, રડી પડશો કારણ જાણશો તો

આ દીકરી પાસેથી બિઝનેસમેને 12 કેરી 1.20 લાખમાં ખરીધી, કારણ જાણીને ઉભા થઈને સલામ કરશો

કોરોના સંક્રમણને કારણે છેલ્લા 1.5 વર્ષથી સ્કૂલ-કોલેજ અને શિક્ષણ સંસ્થાઓ બંધ છે. આના કારણે બાળકોના અભ્યાસમાં બાધા આવી છે. જો કે, હાલ તો માત્ર ઓનલાઇન ક્લાસથી જ બાળકોને ભણાવવામાં આવે છે. એવામાં કેટલાક ગરીબ બાળકો જે સ્માર્ટ ફોન, લેપટોપ કે ટેબલેટ ના હોવાને કારણે અભ્યાસથી વંચિત રહી જાય છે.

જમશેદપુરની 11 વર્ષિય તુલસીનો પણ અભ્યાસ બંધ થઇ ગયો હતો. તો તેણે કેરી વેચીને સ્માર્ટ ફોન માટે જરૂરી રૂપિયા ભેગા કરવાનો નિર્ણય કર્યો. રસ્તાના કિનારા પર કેરી વેચતી તુલસીનો જયારે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો ત્યારે મુંબઇના એક વેપારી અને વેલ્યુએબલ એડુટેનમેનર પ્રાઇવેટ લિમિટેડના પ્રબંધ નિદેશક અમેયા હેતે તુલસીના અભ્યાસ પ્રત્યેનું જૂનુન જોયુ.

બિઝનેસમેને 12 કેરી 1 લાખ 20 હજાર રૂપિયામાં ખરીદી. એટલે કે પ્રતિ કેરીની કિંમત 10 હજાર રૂપિયા તુલસીને આપી. તેમણે 13 હજાર રૂપિયાનો મોબાઇલ ફોન તુલસીને અપાવ્યો અને તેના પૂરા વર્ષના અભ્યાસ માટે ઇન્ટરનેટ રિચાર્જ પણ કરાવી આપ્યુ. પરિવારે બાળકીના નામે 80 હજાર રૂપિયા ફિક્સ્ડ ડિપોઝિટ કરી દીધા છે, જેથી તેને આગળ ભણવામાં કોઈ મુશ્કેલી ન પડે.

તુલસીની માતા પદ્મિની દેવીએ જણાવ્યુ કે, પૈસા આવ્યા બાદ તે તેમની બાળકી માટે ટયૂશન શોધી રહ્યા છે. તેમણે અમેયા હેતેનો આભાર માનતા કહ્યુ કે, હવે તેને કેરી વેચવી નહિ પડે. તુલસીના પિતા શ્રીમલ કુમારનું કહેવુ છે કે,

આ ખરાબ સમયમાં તેઓ તેમના માટે ભગવાનનું રૂપ લઇને આવ્યા અને તેમની દીકરી હવે તેમના કારણે આગળનો અભ્યાસ કરી શકશે. તુલસીનું કહેવુ છે કે, તે હવે પોતે ભણશે અને સાથે બે બહેનોને પણ ભણાવશે. તેનું સપનું છે કે તે ત્રણેય બહેન ટીચર બનીને ગરીબ બાળકોને શિક્ષણ આપે.

તુલસી પહેલા જ દિવસે ટયૂશન ગઇ અને તેણે તેની સારી છાપ શિક્ષક પર છોડી. શિક્ષિકાનું કહેવુ છે કે તુલસીમાં અભ્યાસની લલક છે. તેને સાચુ માર્ગદર્શન મળ્યુ તો તે તેનું અને પરિવારનું નામ રોશન કરશે.

Shah Jina