ખબર

સુરતમાં મ્યૂકરમાઈકોસિસનો ફાટ્યો, ૧૬ દર્દીના મોત, આટલા વધુ લોકોએ આંખ ગુમાવી

કોરોનાથી રિકવર થયેલા દર્દીઓમાં મ્યૂકોર માઇકોસિસ એટલે કે બ્લેક ફંગસના કેસ સામે આવી રહ્યા છે. આ વધતા કેસે ચિંતા વધારી દીધી છે. ગુજરાતમાં પણ તેનો કહેર છે. ત્યારે સુરતમાં પણ તેના વધતા કેસે ચિંતાજનક સ્થિતિ પેદા કરી છે.

તમને જણાવી દઇએ કે, છેલ્લા 15 દિવસોમાં સુરતમાં 40થી પણ વધુ કેસ સામે આવ્યા છે. ખબર અનુસાર 10 જેટલા દર્દીઓની તો આંખો પણ નીકાળવી પડી છે. સુરતમાં જ 150થી વધુ દર્દી સામે આવી ચૂક્યા છે. અત્યાર સુધી 16 દર્દીના મોત થયા છે તો 10થી વધુ દર્દીઓએ પોતાની આંખ ગુમાવી છે.

મ્યૂકોર માઇકોસિસ એક પ્રકારનું ફંંગલ ઇન્ફેક્શન છે. જે નાક અને આંખથી મગજ સુધી પહોંચે છે. આ ઇન્ફેક્શન એટલું ખતરનાક હોય છે કે સમય પર સારવાર ના મળવા પર તેની મોત પણ થઇ જાય છે. કોરોનાવાયરસની પહેલી લહેરમાં આ બીમારી વિશે કોઇ ખાસ જાણકારી સામે આવી ન હતી. પરંતુ બીજી લહેરમાં આ બીમારીએ ઘણા દર્દીઓના જીવનમાં અંધારુ કરી દીધુ છે.

કોરોના સંક્રમિત થયા બાદ આંખમા દુખાવો, માથાનો દુખાવો વગેરે દર્દીઓ ઇગ્નોર કરે છે. આ લાપરવાહી દર્દીને ભારે પડી શકે છે. કોરોનાથી ઠીક થયા બાદ ફંગલ ઇંફેક્શન પહેલા સાઇનસમાં હોય છે અને 2થી4 દિવસમાં આંખ સુધી પહોંચી જાય છે. એક્સપર્ટ્સનું માનીએ તો, સામાન્ય રીતે કોરોના બાદ ડાયાબિટીઝવાળા દર્દીઓમાં આ બીમારી થવાની સંભાવના સૌથી વધારે હોય છે. કોરોનાથી ઠીક થયા બાદ 2-3 દિવસની અંદર તેના લક્ષણ જોવા મળે છે. સુરત હોસ્પિટલમાં દાખલ દર્દી વધારે સૌરાષ્ટ્ર્ અને રાજયના અલગ અલગ ક્ષેત્રોથી આવેલા છે.

આ બીમારીના લક્ષણો

1. બ્રિથિંગમાં તકલીફ

2. આંખ ઝીણી થવી અથવા ચહેરા પર એક બાજુ સોજો આવવો

3. હેડેક થવો, ફીવર કે પછી નાક ભરાઈ જવું

4. મો તેમજ નાકની અંદરની બાજુની સાઈડે કાળાં નિશાન પડી જવા

5. ચેસ્ટ, પેટમાં દુ:ખાવો અથવા વોમીટીંગ થવી

તકેદારી શું રાખવી જોઈએ

1. એન-95 માસ્ક પહેરી વાતાવરણથી થતા ઈન્ફેકશનથી બચવું

2. ધૂળ અને પાણીના ભેજથી દૂર રહેવું

3. શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરવાં જોઈએ

4. સ્કીન પર ઈજા અથવા ચામડી કપાઈ ગઈ હોય તો તાત્કાલિક ડેટોલવાળા પાણીથી ઘાને ધોઈ નાખવો જોઈએ.