સુરતમાં 10 મહિનાનું બાળક રમતા ફુગ્ગોને લીધે મૃત્યુ પામ્યો…બિચારી માતાનું હૈયાફાટ રૂદન

સુરતમાં એક ભૂલ કરી અને 10 મહિનાનું બાળક મૃત્યુ પામ્યું, વિલાપમાં માતાના આક્રંદથી આખું સિવિલ ધ્રૂજી ઊઠ્યું…

સુરતમાં આજે દરેક મમ્મી પપ્પા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. કડોદરા શિવસાઈ સોસાયટીમાં ફક્ત 10 મહિના બાળક સાથે ખુબ જ દુઃખદ ઘટના ઘટી છે. ફક્ત દસ મહિનાનું બાળક ફુગ્ગાથી રમતા રમતા મોઢામાં ફસાયો હતો. ફુગ્ગો ગળામાં ફસાઈ જતાં તાત્કાલિક બાળકને 108 એમ્બયલેન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો.

ત્યાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. બાળકના મોતને પગલે માતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. જેને કારણે વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કરતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

આજકાલના ટાઈમમાં દરેક નાના બાળક માટે નાનામાં નાની સારસંભાળ લેવી ખૂબ જરૂરી બની ગઈ છે. નાનાં બાળકોની સંભાળ પાછળ થોડી પણ ચૂક રહી જતાં મોટું સ્વરૂપ ધારણ કરી જાય છે. બસ આજ પ્રકારનો એક કિસ્સો આજે સામે આવ્યો છે.

સુરતના ચલથાણ વિસ્તારમાં આવેલા શિવસાઈ બિલ્ડિંગમાં રહેતા 10 માસના બાળક સાથે ઘટના બની છે. ફક્ત દસ મહિનાનું માસુમ બાળક રમતાં રમતાં રબરનો ફુગ્ગો ગળી જતાં તેનું મૃત્યુ થયું છે. 10 માસનું બાળક આદર્શ પાંડે તેના અઢી વર્ષના ભાઈ પ્રિયાંશુ પાંડે સાથે ઘરમાં રમી રહ્યો હતો.

દરમિયાન રમતાં રમતાં 10 માસના બાળકે ફુગ્ગો મોઢામાં નાખી દીધો હતો અને એનું રબર ગળામાં ફસાઈ ગયું હતું, પછી હોસ્પિટલમાં દાખલ થતા જ ત્યાંના ડોકટરે મૃત જાહેર કર્યો હતો. આ જોતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, 10 મહિનાનું બાળક આદર્શ પાંડે તેના અઢી વર્ષના ભાઈ પ્રિયંસુ પાંડે સાથે રમી રહ્યો હતો. આ સમયે અચાનક તેણે રમતા રમતા મોઢામાં ફુગ્ગો નાખી દીધો હતો. જેનું રબર માસુમના ગળામાં ફસાઈ જતાં તે જોરજોરથી રડવા લાગ્યો હતો. આદર્શનો રડવાનો અવાજ સાંભળી માતા ફુલકુમારીબેન પાંડે રસોડામાંથી દોડી આવી હતી. જ્યાં અઢી વર્ષના પ્રિયંસુએ આદર્શ ફુગ્ગો ગળી ગયો હોવાનું માતાને જણાવ્યું હતું.

YC