“આદિપુરુષ” ફિલ્મની આ 10 ભૂલો જોઈને તો તમે પણ માથું પકડી લેશો, જોઈને કહેશો.. “600 કરોડ તો પાણીમાં નાખી દીધા..” જુઓ

જેની દર્શકો આતુરતાથી રાહ જોઈને બેઠા હતા એ ફિલ્મ “આદિપુરુષ” ગત શુક્રવારના રોજ રિલીઝ થઈને સિનેમાઘરોમાં આવી ગઈ, ફિલ્મ રિલીઝ થવાની સાથે જ દર્શકો તૂટી પડ્યા હતા, કારણ કે આ ફિલ્મ રામાયણ પર આધારિત હતી. પરંતુ ફિલ્મ જોયા બાદ દર્શકોને નિરાશા હાથ લાગી. લોકો હવે આ ફિલ્મને લઈને નિર્માતાને ટ્રોલ કરી રહ્યા છે, ત્યારે અમે પણ તમને ફિલ્મની એવી 10 મોટી ભૂલો જણાવીશું, જેની દર્શકોએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી.

1. મોર્ડન સીતા માતા:

Adipurush 10 Mistakes : આપણે બધાએ રામાનંદ સાગરના રામાયણમાં સીતા માતાને જોયા છે. જેમાં સીતા માતા હંમેશા ભગવા રંગના વસ્ત્રોમાં જ મર્યાદા સાથે જોવા મળ્યા હતા. પરંતુ “આદિપુરુષ”માં તો સીતા માતાનું એક નવું જ મોર્ડન રૂપ બતાવવામાં આવ્યું. જેમાં તે સફેદ અને જાંબુડી રંગના કપડામાં વધુ પડતા જોવા મળ્યા હતા. કૃતિ સેનન એટલે કે ફિલ્મની જાનકીની સરખામણી રામાનંદ સાગરની સીતાની ભૂમિકા નિભાવનાર દીપિકા ચીખલીયા સાથે સાથે કરવામાં આવી છે જે સંપૂર્ણ અલગ છે.

2. ભગવાન શ્રી રામ પાદુકાના બદલે ચામડાના ચપ્પલમાં:

ફિલ્મના તમામ કલાકારોના લુકની ટીકા કરવામાં આવી છે. જ્યાં હનુમાનની અડધી દાઢી પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે ત્યાં સૈફ અલી ખાનની દાઢી અને હેરસ્ટાઈલ પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ફિલ્મમાં પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણ ચામડાના ચપ્પલમાં જોવા મળે છે. જે યોગ્ય નથી કારણ કે સમગ્ર રામાયણમાં આપણે રામજીને પાદુકા પહેરેલા જોયા છે.

3. 10 માથા વગરનો રાવણ:

રાવણને દસ માથા છે. આપણે દર દશેરાએ રાવણના દસ માથું બાળીએ છીએ, પરંતુ ફિલ્મમાં રાવણને માત્ર એક જ માથા સાથે અનોખી રીતે રજૂ કરવામાં આવ્યો છે. તેમજ રાવણની દાઢીને એકદમ આધુનિક લુકમાં બતાવવામાં આવી છે.

4. હનુમાન દાદાના ડાયલોગ:

આદિપુરુષના સંવાદો ઇન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. ફિલ્મની રિલીઝ પહેલા કૃતિ સેનને માતા-પિતાઓને અપીલ કરી હતી કે તેઓ તેમના બાળકોને ફિલ્મ જોવા લઈ જાય. આ લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. આ ફિલ્મમાં આવા ઘણા સંવાદો બતાવવામાં આવ્યા છે જે ખૂબ જ શરમજનક છે. જેમ કે હનુમાન દાદાનો એક ડાયલોગ છે, “તેલ તેરે બાપ કા, કપડાં તેરે બાપ કા ઔર જલેગી ભી તેરે બાપ કી.”

5. ટેટુ વાળો મેઘનાદ:

મેઘનાદ એકમાત્ર એવા નાયક હતા જેમની પાસે બ્રહ્માસ્ત્રની સાથે પશુપત્ર અને વૈષ્ણવશાસ્ત્ર હતું. આ જ કારણ છે કે તે એકલો રામની આખી સેના પર ભારે હતો, પરંતુ ફિલ્મમાં મેઘનાદને ટેટૂ કરેલા મેઘનાદ તરીકે બતાવવામાં આવ્યો છે. આ જોઈને દર્શકો હેરાન રહી ગયા.

6. સોનાના બદલે કાળી લંકા:

આપણે બધા જ એ વાત જાણીએ છીએ કે રાવણની લંકા સોનાની હતી. પરંતુ આદિપુરુષ ફિલ્મમાં કાળી લંકા દર્શકોને વધુ પરેશાન કરે છે, જેને લઈને પણ હવે દર્શકો ફિલ્મના નિર્માતા ઓમ રાઉત પર પ્રહાર કરવાનું ચુકતા નથી.

7. પુષ્પક વિમાનના બદલે ચામાચીડિયા પર રાવણની સવારી:

પુષ્પક વિમાન રાવણનું વાહન હતું. રાવણે પુષ્પક વિમાનમાં જ સીતાનું અપહરણ કર્યું હતું, પરંતુ ફિલ્મમાં પુષ્પક વિમાનની જેમ રાવણનું વાહન પણ બતાવવામાં આવ્યું નથી. ચાહકો ફિલ્મના પુષ્પક વિમાનની તુલના ચામાચીડિયા  સાથે કરી રહ્યા છે.

8. માંસાહારી ભોજન:

આપણા બધા જ જાણીએ છીએ કે રામાયણમાં રાવણ એક બ્રાહ્મણ હતો અને તે પણ શાકાહારી જ હતો, પરંતુ આ ફિલ્મમાં રાવણ પોતાના પુષ્પક વિમાનને માંસાહારી ભોજન ખવડાવતો જોવા મળી રહ્યો છે. આ જોઈને દર્શકોએ માથું પકડી લીધું.

9. હનુમાનજીનું અભિવાદન:

આ ફિલ્મમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે હનુમાન સીતાને ખોટી રીતે હાથ જોડીને અભિવાદન કરે છે. જો કે, 1992માં બનેલી એક જાપાની ફિલ્મમાં પણ હનુમાન સીતાને હાથ જોડીને મળ્યા હતા. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે હનુમાન સીતાને વંદન કરવાને બદલે પોતાની છાતી પર હાથ રાખીને નમસ્કાર કરે છે. પાછા ફરતી વખતે, જ્યારે સીતા માતા તેને ઓળખની નિશાની આપે છે, ત્યારે ચૂડામણિને બદલે, એક બંગડી બતાવવામાં આવે છે.

10. મેઘનાદે કાપ્યું સીતા માતાનું ગળું:

આદિપુરુષના કેટલાક દ્રશ્યો ખોટા છે. માયા દ્રશ્ય જ્યાં મેઘનાદ એક ભ્રામક સીતાને મારી નાખે છે તે રીતે બતાવવામાં આવે છે જ્યાં મેઘનાદ સીતાનું ગળું કાપી નાખે છે, જે રામાયણ અથવા રામચરિતમાનસમાં ક્યાંય લખાયેલ નથી.

Niraj Patel