ના ટાટા, નાના અંબાણી, ના અદાણી…કોણ છે એ 10 ઉદ્યોગપતિઓ જેમણે ખરીદ્યા કોરોડોના ચૂંટણી બોન્ડ

આ 10 દિગ્ગજ ઉદ્યોગપતિઓ કરોડોના ચૂંટણી બોન્ડ ખરીદ્યા, અંગત મિલકતમાંથી આપ્યું હતું દાન, જુઓ લિસ્ટ કોમેન્ટમાં

ગત અઠવાડિયે જ ચૂંટણી પંચે વેબસાઈટ પર ઈલેક્ટોરલ બોન્ડના આંકડા જાહેર કર્યા હતા કારણ કે સુપ્રીમ કોર્ટે આ માહિતી શેર કરવા માટે પંચને 15 માર્ચ 2024ની સમયમર્યાદા આપી હતી. નવાઇની વાત તો એ છે કે કરોડોના બોન્ડ જે ઉદ્યોગપતિઓએ ખરીદ્યા છે તેમાં ટાટા, અંબાણી અને અદાણીનો તો સમાવેશ જ નથી થતો.

આ અગ્રણી ઉદ્યોગપતિઓમાં લક્ષ્મી નિવાસ મિત્તલ, લક્ષ્મીદાસ વલ્લભદાસ મર્ચન્ટ અને રાજેશ મન્નાલાલ અગ્રવાલ સહિત કેટલાક નામોનો સમાવેશ થાય છે. આ નામોમાં સૌથી પહેલા નંબર પર આવે છે લક્ષ્મી નિવાસ મિત્તલ જેમણે 35 કરોડના બોન્ડ ખરીદ્યા છે.

લક્ષ્મી નિવાસ મિત્તલ- 35 કરોડ : મિત્તલ વિશ્વની સૌથી મોટી સ્ટીલ બનાવતી કંપનીઓમાંની એક આર્સેલર મિત્તલના એક્ઝિક્યુટિવ ચેરમેન અને સીઈઓ છે. તેમણે લોકસભા ચૂંટણી દરમિયાન 18 એપ્રિલ 2019ના રોજ બોન્ડ ખરીદ્યા હતા. ફોર્બ્સ અનુસાર, લક્ષ્મી નિવાસ મિત્તલ 1,670 કરોડની નેટવર્થના માલિક છે.

લક્ષ્મીદાસ વલ્લભદાસ મર્ચન્ટ- 25 કરોડ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે સંકળાયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, મર્ચન્ટ રિલાયન્સ લાઇફ સાયન્સિસ અને રિલાયન્સ લાઇફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ, રિલાયન્સ ઇન્ફોસોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ, રિલાયન્સ ગ્લોબલ મેનેજમેન્ટ સર્વિસિસ લિમિટેડ અને રિલાયન્સ મીડિયા ટ્રાન્સમિશન પ્રાઇવેટ લિમિટેડ સહિત અન્ય કેટલીક કંપનીઓના ડિરેક્ટર છે. તેઓ રિલાયન્સ વેન્ચર્સ લિમિટેડના પ્રથમ ડિરેક્ટર હતા. તેમણે નવેમ્બર 2023માં બોન્ડ ખરીદ્યા હતા.

રાહુલ ભાટિયાઃ 20 કરોડ : રાહુલ ભાટિયા ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોના પ્રમોટર છે, તેઓએ એપ્રિલ 2021માં 20 કરોડના બોન્ડ વ્યક્તિગત રીતે ખરીદ્યા હતા. આ ઉપરાંત, ઈન્ડિગોની અન્ય ત્રણ સંસ્થાઓ – ઈન્ટરગ્લોબ એવિએશન, ઈન્ટરગ્લોબ એર ટ્રાન્સપોર્ટ અને ઈન્ટરગ્લોબ રિયલ એસ્ટેટ વેન્ચર્સે પણ કુલ રૂ. 36 કરોડના બોન્ડ ખરીદ્યા હતા.

ઈન્દર ઠાકુરદાસ જયસિંઘાની- 14 કરોડ : પોલીકેબ ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન અને એમડી ઉદ્યોગપતિ જયસિંઘાનીએ એપ્રિલ અને ઓક્ટોબર 2023માં બોન્ડ ખરીદ્યા હતા.

રાજેશ મન્નાલાલ અગ્રવાલ- 13 કરોડ : અજંતા ફાર્મા લિમિટેડના માલિક અને સહ-સ્થાપક રાજેશ અગ્રવાલે જાન્યુઆરી 2022 અને ઓક્ટોબર 2023 વચ્ચે બોન્ડ ખરીદ્યા હતા, ત્યારે તેમની કંપનીને અલગથી 4 કરોડના બોન્ડના કોર્પોરેટ ખરીદનાર તરીકે દર્શાવવામાં આવી હતી.

હરમેશ રાહુલ જોષી અને રાહુલ જગન્નાથ જોષી – 10 કરોડ : જોષીએ જાન્યુઆરી 2022 અને નવેમ્બર 2023માં બોન્ડ ખરીદ્યા હતા. મુંબઈ-હેડક્વાર્ટર ધરાવતા ઓમ ફ્રેઈટ ગ્રૂપ ઓફ કંપનીઓના ડિરેક્ટરોમાંના એક હરમેશ, ઓસ્કર ફ્રેઈટ પ્રાઈવેટ લિમિટેડ અને સેવન હિલ્સ શિપિંગ પ્રાઈવેટ લિમિટેડ સહિત ગ્રૂપની ડઝનથી વધુ કંપનીઓ સાથે વ્યક્તિગત રીતે સંકળાયેલા છે.

કિરણ મઝુમદાર શો- 6 કરોડ : કિરણ બાયોકોનની ચેરપર્સન અને સ્થાપક છે, તેમણે એપ્રિલ 2023માં બોન્ડ ખરીદ્યા હતા.

ઈન્દ્રાણી પટનાયક- 5 કરોડ : ઈન્દ્રાણી નવ કંપનીઓના ડિરેક્ટર છે જે મુખ્યત્વે ખાણકામના વ્યવસાયમાં છે. તેમના પુત્ર અનુરાગની 20 જુલાઈ, 2015ના રોજ ED દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી અને 11 જાન્યુઆરી, 2019ના રોજ તેમની સાથે જોડાયેલા સ્થળો પર આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા હતા. તેમણે 10 મે, 2019ના રોજ બોન્ડ ખરીદ્યા હતા.

સુધાકર કાંચરલા- 5 કરોડ : વિદેશમાં રહેતા કાંચરલા યોડા ગ્રુપના ચેરમેન અને દેવાંશ લેબ વર્કસના સ્થાપક છે. તેણે 12 એપ્રિલ, 2023ના રોજ બોન્ડ ખરીદ્યા હતા.

અભ્રજિત મિત્ર- 4.25 કરોડ : મિત્રા કોલકાતા-બીઆરડી સીરોક ઈન્ફ્રાપ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર છે. તેઓ અગાઉ અન્ય પેઢી, ટેક્નોફાઈલ ઈનોવેશન્સ પ્રાઈવેટ લિમિટેડ સાથે સંકળાયેલા હતા, જે કોમ્પ્યુટર સંબંધિત પ્રવૃત્તિઓ જેમ કે વેબસાઈટની જાળવણી/અન્ય પેઢીઓ માટે મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન બનાવવા જેવી પ્રવૃત્તિઓમાં સામેલ છે. તેણે ઓક્ટોબર 2023માં બોન્ડ ખરીદ્યા હતા.

ઇલેક્ટોરલ બોન્ડ શું છે?
જણાવી દઇએ કે, વર્ષ 2017ના બજેટમાં તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ રજૂ કરી હતી. કેન્દ્ર સરકારે 2 જાન્યુઆરી 2018ના રોજ એને સૂચિત કર્યું. આ એક પ્રકારની પ્રોમિસરી નોટ છે, જેને બેંક નોટ પણ કહેવામાં આવે છે. જો કોઈપણ ભારતીય નાગરિક કે કંપની તેને ખરીદવાની ઇચ્છા રાખે તો ખરીદી શકે છે. ખરીદનાર પોતાની પસંદગીના પક્ષને આ બોન્ડ દાન કરી શકે છે, બસ માત્ર તે પક્ષ આ માટે લાયક હોવો જોઈએ.

Shah Jina