10 વિચિત્ર તસવીરો, જે કંઈક મજેદાર કરવા માટે પ્રેરિત કરે છે

લોકો પોતાનું કામ સરળ કરવા માટે અવનવી ટેક્નિકનો ઉપયોગ કરતા હોય છે જેનાથી કામ સરળ અને જલ્દી થઇ શકે છે. પણ દુનિયામાં એવા પણ લોકો છે કે જેઓ એવા એવા જુગાડ અપનાવે છે કે જોઈને કોઈને પણ હસવું આવી જાય અથવા તો કોણ પણ માથુ ખંજવાળતા રહી જાય. દુનિયામાં આવા જુગાડુ લોકોની બિલકુલ પણ કમી નથી. આજે અમે તમારા માટે એવા જ અમુક ફની જુગાડની તસવીરો લઈને આવ્યા છે જેને જોતા જ તમારો આખા દિવસનો થાક પણ દૂર  થઇ જશે.

1. આ મહિલાએ દરિયા કિનારે તડકાથી બચવા અનોખો ઉપાય અપનાવ્યો છે. સમુદ્ર કિનારે આ મહિલાએ સનબાથ લેવા માટે ખૂબ સુંદર જુગાડ કર્યો છે.

2. ચીનના હુનાન પ્રાંતમાં સ્થિત ચેનઝોઉના જ્યુલોન્ગજિયાંગ નેશનલ ફોરેસ્ટ પાર્કમાં એક કાર્યક્રમ દરમિયાન સ્પાઈડર મેનના કપડા પહેરીને દોડ લગાવતા લોકો.

3. ફ્રાન્સના બેથ્યુંન શહેરની પાસે અમુક લોકો બસમાં સ્વિમિંગ પુલ બનાવી મોજ મસ્તી કરતા દેખાઈ રહ્યા છે.આ તસ્વીર ‘લે બસ પાઈસન’ના નામથી ઓળખવામાં આવે છે.

4. ચીનના હુનાન પ્રાંતમાં ગરમી દરમિયાન લોકો ફીણાથી ભરેલા પુલમાં મોજ મસ્તી કરતા દેખાઈ રહ્યા છે.

5. સ્વિટ્ઝરલેન્ડના જ્યૂરિખમાં એક ઝીલની અંદર સ્વિમિંગપુલની જેમ ન્હાઈ રહેલા લોકો.

6. અમેરિકામાં ટુરિસ્ટ એમી પૉવર્સ દ સીકિંગ 3 લોકેશનના વોકિંગ ડૅડ ટુર દરમિયાન લોકોની મોજ-મસ્તી

7. રુસના સેન્ટપીટર્સબર્ગમાં જ્યારે એક સંશોધિત કાર રસ્તાઓ પર ઉતરી તો લોકોએ કંઈક આવી રીતે તસવીરો ક્લિક કરાવી હતી.

8.  રુસના ક્રાસ્નોયાર્સ્કમાં એક નદીના કિનારે બનેલા અદ્દભુત જુલા પર આંનદ લઇ રહેલું કપલ

9. કોલંબિયાના સુતારમાન્ચન પ્રાંતમાં વાર્ષિક ‘ટોમાટીના’ ઉત્સવની મજા લેતા લોકો.જેમાં લોકો ટામેટા અને કીચડથી હોળી રમી રહ્યા છે.

10. સ્પેનમાં એક બાળકને દૂધ પીવડાવી રહેલી માતા સામે જ્યારે કોઈ વ્યક્તિ આવી રીતે અચાનક આવી ગયો.

Krishna Patel