ગુજરાતની સૌપ્રથમ મોંઘીદાટ ઇલેક્ટ્રીક કાર કચ્છના રાજવી પરિવારમાં, ફીચર જાણી હોંશ ઉડી જશે

વાહ ગુજરાતી વાહ: ગુજરાતમાં આવી પહેલી 1 કરોડની ઇલેક્ટ્રીક કાર કચ્છી મહારાજ પ્રાગમલજીએ મંગાવી, જુઓ બ્યુટીફૂલ PHOTOS

સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે અને ત્યારે હવે લોકો ઇલેક્ટ્રિક વાહનોનો સહારો લઇ રહ્યા છે. સરકાર પણ તેેને પ્રોત્સાહન આપવા માટે સબસીડી આપી રહી છે

ત્યારે હવે આ બધા વચ્ચે ગુજરાતના કચ્છમાં મોંઘીદાટ ઇલેક્ટ્રિક મર્સિડીઝ બેન્ઝ જર્મનીથી લાવવામાં આવી છે. વિશ્વભરમાં પણ હવે ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધી રહ્યો છે, તેવામાં હવે કરછના રાજવી પરિવાર દ્વારા આ કારની ખરીદી કરવામાં આવે છે.

તમને જણાવી દઇએ કે, આ કાર ફુલ્લી ઓટોમેટિક કાર છે તેનો પાવર પણ 408 હોર્સપાવર જેટલો છે અને આ કારમાં ઘણા બધા આધુનિક ફિચર્સ છે. મર્સિડીઝ બેન્ઝની EQC-400 ઇલેક્ટ્રિક કાર માટે ઓર્ડર આપવામાં આવ્યો હતો, જેને જર્મનીમાં બનાવડાવીને ભારત ઇમ્પોર્ટર કરવામાં આવી છે. આ કારની પીકપ પાવર 785hpbhp છે.ઉપરાંત પાવરફુલ એક ઇલેક્ટ્રિક મોટર પણ છે જે બીજી અન્ય ઇલેક્ટ્રોનિક કાર કરતા ખૂબ જ સારું છે. આ કાર 12 જુલાઇના રોજ ભુજ રણજિત વિલા પેલેસ પહોંચી હતી.

આ કારની કિંમત 1 કરોડ રૂપિયાથી પણ વધુ છે. આ ગાડી એક વખત ચાર્જ કર્યા પછી 450 કિલોમીટર ચાલે છે, કારને ફુલ ચાર્જ થતાં 7:30 કલાકનો સમય લાગે છે.આ કાસ મર્સિડિઝની સૌપ્રથમ ફુલ્લી ઓટોમેટિક ઇલેક્ટ્રિક કાર છે. આ કારમાં સાત એરબેગ છે. ઈલેક્ટ્રીક કારની અંદર 64 રંગની ઇન્ટેરિયર લાઇટિંગ સેટ કરી શકાય છે.આ કારની ડ્રાઇવર સીટ હાઇટ અને બોડી પ્રમાણે ઓટોમેટિક એડજસ્ટ થાય છે.

મર્સિડિઝ બેન્ઝની આ આ ઇલેક્ટ્રિક કાર ભારતમાં ચોથી અને ગુજરાત તથા કચ્છમાં પ્રથમ કાર છે. આ કારમાં એક્ટિવ બ્રેક એસિસ્ટ તથા બ્લાઈન્ડ સ્પોટ એસિસ્ટ ફિચર્સ છે. આ ઉપરાંત 10.25 ઇંચની ડિજિટલ ટચ સ્ક્રિન છે.

આ કાર માટે ખાસ જર્મનીને ઓર્ડર કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજાએ આપ્યો હતો, જે અષાઢી બીજના દિવસે રાજવી પરિવારને ડિલિવર કરવામાં આવી હતી.

હંમેશાં પર્યાવરણને જાળવી રાખવા અને બચાવવા માટે કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજા  પ્રયત્નશીલ રહેતા હતા. આજના આધુનિક યુગમાં વાહનોને કારણે પ્રદૂષણ થઇ રહ્યુ છે અને પર્યાવરણને ઘણુ નુકસાન થઇ રહ્યું છે, એટલા જ માટે તેમણે પોતાની હાજરીમાં પ્રદૂષણમુક્ત કાર માટે જર્મનીની કંપની મર્સિડીઝ બેન્ઝને ઇલેક્ટ્રિક કારનો ઓર્ડર આપ્યો હતો.

Shah Jina