રીલ બનાવવા માટે જીવ પણ જોખમમાં મુક્યો આ છોકરીએ… બિલ્ડીંગની બહાર છોકરાનો હાથ પકડીને લટકી રહી… જુઓ વીડિયો

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

આજની પેઢીને ફેમસ થવું છે બસ, જિંદગી જાય તો પણ ચિંતા નથી, વીડિયો બનાવવાના ચક્કરમાં મોત સાથે ભીડતી જોવા મળી યુવતી, વીડિયો જોઈને ગુસ્સે ભરાયા લોકો.. જુઓ

Girl risked her life to make the reel : સોશિયલ મીડિયા પર રીલ બનાવવાની ઘેલછામાં લોકો ગાંડપણની ચરમ સીમાએ પહોંચી રહ્યા છે. ઘણા લોકો રીલ બનાવવાના ચક્કરમાં એવા ઘેલા બની જાય છે કે ઘણીવાર પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે, ઘણા લોકો રિલ બનાવવાના ચક્કરમાં મોતને પણ ભેટ્યા હોય તેવી ઘટનાઓ સામે આવી છે, ત્યારે હાલમાં જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે કહેશો કે આ સાવ ગાંડપણ છે.

આજકાલ યુવાનો વીડિયો બનાવવાના ઉત્સાહમાં પોતાનો જીવ પણ જોખમમાં મુકી રહ્યા છે. વાયરલ વીડિયોની વાત કરીએ તો કેટલાક મિત્રો વીડિયો બનાવવાની ગાંડપણની હદ વટાવી રહ્યા છે. આ વીડિયો પુણેનો જણાવવામાં આવી રહ્યો છે. આ ઘટના પુણેમાં જાંબુલ વાડી સ્વામી નારાયણ મંદિર પાસે બની હતી. વીડિયોમાં એક યુવતી અને અન્ય બે યુવકો એક બિલ્ડિંગની છત પર ચઢી ગયા હતા.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એકના હાથમાં કેમેરો છે અને બીજો બિલ્ડીંગની છત પર સુઈ જાય છે અને છોકરીનો હાથ પકડી રહ્યો છે. વીડિયોમાં છોકરી ટેરેસ પરથી હવામાં લટકતી જોવા મળી રહી છે. આ વીડિયો જોઈને લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. આ વીડિયો ઓનલાઈન સામે આવતાની સાથે જ લોકોએ આ મૂર્ખામીભર્યા પ્રયાસ પર આકરી પ્રતિક્રિયા આપી હતી.

એક યુઝરે કહ્યું કે આ બેદરકારીને કારણે છોકરીએ પોતાનો જીવ ગુમાવવો પડી શકે છે. અન્ય ઈન્ટરનેટ યુઝરે આ વીડિયોની નિંદા કરતા કહ્યું કે, “ભગવાન જાણે છે કે આજકાલના યુવાનોમાં શું ખોટું છે…” જ્યારે ઘણા લોકોએ તેને ગાંડપણ ગણાવ્યું અને પોલીસને રીલ સામે પગલાં લેવા કહ્યું. આ ઉપરાંત પણ ઘણા લોકો આ વાયરલ વીડિયોને લઈને પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel