લગ્નના ફક્ત 8 જ મહિનામાં દલજીત કૌર અને નિખિલ પટેલના લગ્ન તૂટવા પર આવ્યા, અભિનેત્રીએ પતિને મોકલી લીગલ નોટિસ

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Dalljiet Kaur And Nikhil Patel Controversy : બોલીવુડની રંગીન દુનિયા બહારથી જેટલી સુંદર દેખાય છે અંદરથી તેટલી જ બિહામણી છે. મનોરંજન જગતમાં પ્રેમ, લગ્ન, અફેર અને છૂટાછેડા જેવી ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે, અવાર નવાર આવી ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે હાલ એક ઘટનાએ ચાહકોને ચોંકાવી દીધા છે. ટીવી અભિનેત્રી દલજીત કૌર તેના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. ગયા વર્ષે, અભિનેત્રીએ પ્રેમ અને લગ્નનો બીજો પ્રયાસ કર્યો અને કેન્યા સ્થિત ઉદ્યોગપતિ નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા હતા.

નિખિલના પહેલેથી જ છૂટાછેડા થઇ ચુક્યા હતા અને બે પુત્રીઓના પિતા છે. લગ્ન પછી દલજીત તેના પુત્ર જેડેન સાથે કેન્યા શિફ્ટ થઈ ગઈ. આ લગ્ન પણ ખુબ જ ચર્ચામાં આવ્યા હતા. લગ્ન પછી દલજીત કૌર અવારનવાર તેના પતિ નિખિલ પટેલ સાથે રોમેન્ટિક ફોટા શેર કરતી હતી અને કેન્યામાં તેના જીવનની ઝલક પણ બતાવતી હતી, પરંતુ થોડા મહિના પછી બધું બદલાઈ ગયું. દલજીતે મુંબઈ પરત ફરીને લગ્નના ફોટા ડિલીટ કર્યા અને પતિની અટક કાઢી નાખી.

મહિનાઓ સુધી આ અંગે મૌન જાળવી રાખ્યા બાદ અભિનેત્રીએ તેના પતિ પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો. કેન્યાથી ભારત પરત ફર્યા બાદ દલજીત કૌરે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે જેમાં લખ્યું છે કે નિખિલના માતા-પિતાએ તેના માતા-પિતા સામે હાથ જોડી દીધા છે. અભિનેત્રીએ લખ્યું હતું કે, તમે જે પણ કહ્યું, અમે તમારી દરેક વાત માની લીધી. તારા વૃદ્ધ માતા-પિતાએ હાથ જોડીને તને મારા માતા-પિતાની સામે સારો દેખાડ્યો, અમે પણ આ વાત માની. મારે હવે તમારી પાસેથી કોઈ દયા નથી જોઈતી. હું લડવા માટે જન્મી હતી. નિખિલે જે પણ કર્યું તે શરમજનક છે. સાચી વાત તો એ છે કે આ મામલામાં બાળકો પણ સામેલ છે.

આ બધા પર હવે ટીવી અભિનેત્રી કરિશ્મા તન્નાએ પ્રતિક્રિયા આપી છે. કરિશ્મા તન્નાએ તેના ઈન્સ્ટાગ્રામ પર દલજીત કૌર દ્વારા કરવામાં આવેલા છેતરપિંડીના આરોપોને ફરીથી પોસ્ટ કર્યા અને લખ્યું, ‘જે થયું તે નહોતું થવું જોઈએ!!!! મારો પૂરો સહયોગ મારી સૌથી પ્રિય મિત્ર દલજીત કૌર સાથે છે. આ વ્યક્તિએ તેની સાથે અન્યાય કર્યો છે અને હું અંત સુધી તેની સાથે રહીશ. મજબૂત સ્ત્રીઓ બદલો લેતી નથી, તેઓ આગળ વધે છે અને કર્મને કામ કરવા દે છે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel