લો બોલો… સુરતમાં સરકારી ઇમારતમાં જ ચાલી રહી હતી દારૂની મહેફિલ, જાગૃત નાગરિકે રેડ પાડી તો ઉભી પુછડીએ ભાગ્યા અધિકારીઓ… જુઓ

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

સુરતમાં સરકારી અધિકારીઓ મેચ જોતા જોતા માણી રહ્યા હતા દારૂની મહેફિલ, ત્યારે જ જાગૃત નાગરિકે રેડ પાડીને બનાવ્યો વીડિયો, જુઓ

Alcohol Party Of SMC Office In Surat  :ગુજરાતમાં દારૂબંધી છે એ વાત માત્ર કહેવા પૂરતી જ લાગે છે. કારણ કે ઠેર ઠેર દારૂ વેચાતો અને ઘણી જગ્યાએ દારૂની મહેફિલો ચાલતી પણ જોવા મળે છે. ત્યારે હાલ સુરતમાંથી એક ઘટના સામે આવી છે, જેમાં સરકારી અધિકારીઓ સરકારી કચેરીમાં બેસીને જ દારૂની મેહફીલ માણતા રંગેહાથ ઝડપાયા હતા, જેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, એક જાગૃત નાગરિકે રેડ પાડતા જ અધિકારીઓ ઉભી પુછડીએ ભાગ્યા હતા.

સુરતના સિંગાપોરમાં આવેલા સ્વિમિંગ પુલની ઓફિસમાં સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની જાણ થતા જ એક જાગૃત નાગરિકે રેડ પાડી હતી અને વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં સ્પ્ષ્ટપણે જોવા મળી રહ્યું છે કે અધિકરીઓ દારૂ પી રહ્યા હતા અને રેડ પડતા જ તેઓ ભાગવા લાગ્યા હતા આ મામલે સ્થાનિક કોર્પોરેટરને જાણ કરવામાં આવતા તેમને પોલીસને જાણ કરી હતી અને આ મામલે પોલીસે તપાસ પણ હાથ ધરી હતી.

આ મામલે એવું પણ સામે આવ્યું છે કે દારૂની મહેફિલ માણી રહેલા લોકોમાં ઇન્સ્પેક્ટર અને કોન્ટ્રાક્ટર સહિત સ્વિમિંગ કરવા આવેલા એક સભ્ય સાથે વોચમેન પણ હતો. તમામ પાલિકાના અધિકારીઓ છે અને ક્લાસ-3 અધિકારી તરીકે ફરજ બજાવે છે. આ મામલે સુરત સીંગણપોર પોલીસે પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જેમાં પંકજ ગાંધી, તેજસ ખલાસી, સંજય ભગવાકર, પીનેશ સારંગ અને અજય શેલર નામના આરોપીઓ સામેલ છે.

આ ઘટના ત્યારે બની જયારે સ્વિમિંગ પૂલના અધિકારી અને કર્મચારીઓ અંદર ઓફિસમાં બેસીને દારૂની મેહફિલ માંડી રહ્યા હતા અને સાથે ટી20 વર્લ્ડ કપની મેચ જોઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ ઓફિસની અંદર એક જાગૃત નાગરિક પહોંચીને તેમને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. અધિકારીઓ અચાનક જ જાગૃત નાગરિકને વીડિયો બનાવતા જોઈ ત્યાંથી ભાગવા લાગ્યા હતા. વીડિયોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે દારૂ સાથે નોનવેજની પણ પાર્ટી ચાલી રહી હતી.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel