BREAKING દેશમાં સૌથી મોટા ખુશીના સમાચાર: સરકારે નવી ત્રીજી વેક્સિનને આપી લીલીઝંડી- જાણો ફટાફટ

દુનિયાભરમાં ફેલાઈ રહેલા કોરોના વાયરસ સામે એક માત્ર હથિયાર વેક્સિન બનીને સામે આવ્યું છે, ત્યારે ભારતની અંદર પણ સરકાર દ્વારા મોટા પ્રમાણમાં વેક્સિનેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલ ભારતની અંદર કોવીશીલ્ડ અને કોવેક્સિન ઉપરાંત, રશિયાની વેક્સિન સ્પુતનિક વી અને જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપનીની વેક્સિનને મંજૂરી મળી છે ત્યારે હવે કોરોના સામેની લડતમાં બીજી એક વેક્સિનને પણ મંજૂરી મળી ગઈ છે.

હાલ મળતી ખબર પ્રમાણે ગુજરાતની ફાર્મા કંપની ઝાયડસ કેડિલાની  ZyCov-D વેક્સિનને મોદી સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. આ વેક્સિન લેનારને તેના ત્રણ ડોઝ લેવા પડશે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની એક્સપર્ટ કમિટીએ શુક્રવારે આ વેક્સિનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે.

ZyCov-D વાપરવા માટેની પરવાનગી લેવા માટે ગત 1 જુલાઈના રોજ આવેદન કરવામાં આવ્યું હતું. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે આ રસી 12થી 18 વર્ષના લોકો માટે પણ સુરક્ષિત રહેશે. જો કે હજુ સુધી આ વેક્સિનના ટ્રાયલ ડેટાનો પિયર રીવ્યુ નથી કરવામાં આવ્યો. આ પહેલા ઝાયડસ કેડિલા દ્વારા કહેવામાં આવ્યા ઉહત યુકે એપ્રુવલ મળ્યા બાદ બે મહિનાની અંદર જ વેક્સિન લોન્ચ કરી શકે છે.

Niraj Patel