ખબર

મહિલાના નાક પર પંચ મારવા બદલ ઝોમેટો ડિલીવરી બોયની કરવામાં આવી ધરપકડ, થયો નવો ખુલાસો

કોણ સાચું મિત્રો? હવે ડિલિવરી આવ્યો મેદાનમાં અને કહ્યું કે છોકરીએ તેને ગાળો ભાંડી અને…

ઝોમેટો ડિલીવરી બોયની મહિલાને પંચ મારવા બદલ પોલિસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. આ મામલો બુધવારનો છે. જયારે એક મહિલાએ જમવાનો ઓર્ડર કેન્સલ કરાવી દીધો હતો. પરંતુ ડિલિવરી બોય તેના ઘરે ઓર્ડર લઇને પહોંચી ગયો હતો.

બેંગલુરુ પોલીસના જણાવ્યા પ્રમાણે બેંગ્લુરુના ઈલેક્ટ્રોનિક્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના આધારે ડિલિવરી એક્ઝીક્યુટીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ડિલિવરી બોય સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. પીડિત મહિલાએ વીડિયો બનાવીને આખી ઘટનાની જાણકારી આપી હતી. ત્યારબાદ આ ખૂબ જ વાયરલ થયો હતો. પીડિત મીહિલાએ આખી ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.

બુધવારે મોડી સાંજે ઝોમેટોનો ડિલિવરી બોયની ધરપકડ કરાઈ હતી. આરોપીની ઓળખ કામરાજ તરીકે થઈ છે. આ ઘટના બાદ ઝોમેટો કંપનીએ કામરાજને સસ્પેન્ડ કરી દીધો છે.

પોલીસની પકડમાં રહેલા કામરાજને જ્યારે એક ન્યૂઝ પોર્ટલ દ્વારા પોતાનું મંતવ્ય જણાવવાનું કહ્યું ત્યારે તેને હિતેશાના આરોપોને નકારી કાઢ્યા હતા અને હિતેશાએ જ તેને પહેલા અપશબ્દો કહ્યા હતા તેમજ તેના પર સ્લિપરનો ઘા કર્યો હતો.

તેણે આગળ કહ્યું હતું કે મેં તેને પંચ માર્યો જ નથી, પરંતુ તેનો હાથ જ તેના નાકને વાગી ગયો હતો. આ અંગે સિનિયર પોલીસે પણ કહ્યું છે કે આરોપીના મત મુજબ, આત્મરક્ષણ સમયે હિતેશાને વાગ્યું હોઇ શકે છે. ત્યારે આ ઘટનામાં સાચું કોણ એ અંગે પોલીસ તપાસ કરી રહી છે.

Image source

સોશિયલ મીડિયા પર લોકોએ ઝોમેટો કંપનીને લઇને ગુસ્સો અને ડિલિવરી બોય વિરૂદ્ધ આક્રોશ દેખી પોલિસ તરત જ એક્શન મોડમાં આવી ગઇ હતી. તમને જણાવી દઇએ કે, ઝોમેટો કંપનીએ નિવેદનમાં જણાવ્યુ હતુ કે,

તેઓ આ મામલા પર નજર રાખશે અને પીડિત મહિલાને મેડિકલથી લઇને પોલિસ તપાસમાં પૂરી મદદ કરશે. આ સાથે જ કંપનીએ માફી માંગતા જણાવ્યુ હતુ કે, તેમણે ડિલિવરી બોયને નોકરીથી પણ નીકાળી દીધો છે.