‘બીગબોસ’ ફેમ ઝીશાન ખાનને તેના કરતા 11 વર્ષ મોટી અભિનેત્રી સાથે છે લફરું, લીપલોક વાળી તસવીર પોસ્ટ શેર કરી રિલેશનનો કર્યો ખુલાસો

એક્ટર ઝીશાન ખાન ૧૧ વર્ષ મોટી હિરોઈન સાથે લિપલોક વાળી તસવીર દેખાડી ગામ ધુણાવ્યું- જુઓ

‘બિગબોસ’ ઓટીટીનો ભાગ રહેલા ઝીશાન ખાને મહિનાઓથી ચાલી રહેલા સંબંધોની અટકળોનો અંત લાવી દીધો છે. તેણે રેહાના પંડિત સાથેના તેના સંબંધની પુષ્ટિ કરી છે. ઝીશાને ખુલાસો કર્યો છે કે તે  કુમકુમ ભાગ્ય સહ-કલાકાર રેહાના પંડિત સાથે સંબંધમાં છે.

તેણે ઇન્સ્ટાગ્રામ પર રોમેન્ટિક નોટ સાથે ‘કિસ’ની તસવીર શેર કરીને જાહેરમાં તેના અને રેહાનાના સંબંધની પુષ્ટિ કરી છે. રેહાના ઝીશાન કરતા 11 વર્ષ મોટી છે અને બંનેના ડેટિંગ અને લાંબા સમયથી રિલેશનશિપમાં હોવાના અહેવાલો હતા.

પરંતુ હવે ઝીશાને ખુદ રોમેન્ટિક તસવીર શેર કરીને આ સંબંધ સ્વીકાર્યો છે. આ તસવીરમાં બંને લિપકીસ કરતા જોવા મળી રહ્યા છે. તેમની આ તસવીર પર બંનેના ચાહકો તેમને શુભેચ્છાઓ આપી રહ્યા છે અને તેમના પર પ્રેમનો વરસાદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Reyhnaa Pandit (@iam_reyhna)

ઝીશાને તેની પોસ્ટમાં લખ્યું છે કે – મારી પ્રિય મિત્રથી લઈને મારા જીવનના પ્રેમ સુધી, મારી ખુશીથી લઈને મારા મનની શાંતિ સુધી, તમે એ બધું છો જેને મેં માગ્યું હતું. દરેક સેકન્ડ જે હું તારી સાથે વિતાવું છુ, દરેક શ્વાસ જે હું તારી સાથે લઉં છું … મારા દિલને પ્રેમથી ભરી દે છે.

 

View this post on Instagram

 

A post shared by Reyhnaa Pandit (@iam_reyhna)

ઝીશાને આગળ લખ્યું કે દરેક વ્યક્તિએ આપણા જેવો જ પ્રેમ અનુભવવો જોઈએ. હું જાણું છું કે એવા લોકો છે જેમના મનમાં શંકા હશે અને તેઓ વિચારશે કે આવો પ્રેમ સાચો ન હોઈ શકે. પરંતુ જે લોકો પાસે નથી તેના પર તેઓ વિશ્વાસ કરતા નથી.

 

View this post on Instagram

 

A post shared by Reyhnaa Pandit (@iam_reyhna)

ઝીશાને લખ્યું છે કે જે વસ્તુ જાદુઈ હોય છે તે કોઈ પરીઓની કહાની કરતા ઓછી નથી હોતી. તેણે આગળ કહ્યું, તું મારી છે અને હું દરેકને કહું છું કે તું મારી છે..i love you baby. ઝીશાનની આ સુંદર પોસ્ટ પર તેની ગર્લફ્રેન્ડ રેહાના પંડિતની કોમેન્ટ પણ આવી છે. રેહાનાએ લખ્યું છે કે તે શરમાઈ રહી છે અને ભાવુક થઈ રહી છે. તેણે ઝીશાનને ‘આઈ લવ યુ જાન’ કહ્યું. તેણે લખ્યું કે અમારા બંનેનો પ્રેમ હંમેશા રહેશે.

 

View this post on Instagram

 

A post shared by Reyhnaa Pandit (@iam_reyhna)

જણાવી દઈએ કે ઝીશાનની આ પોસ્ટને 40 હજારથી પણ વધુ લોકોએ પસંદ કરી છે અને તેના પર તેના ચાહકો તરફથી ઘણી બધી કૉમેન્ટ્સ આવી રહી છે. યુઝર્સ બંનેને સંબંધ માટે અભિનંદન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, શું તમે ભૂલી ગયા છો કે તે તમારી માતા બની હતી.. જોકે કઈ નહિ… બંનેને અભિનંદન.

 

View this post on Instagram

 

A post shared by Zeeshan Khan (@theonlyzeeshankhan)

Patel Meet