હોલીવુડની આ દિગ્ગજ અભિનેત્રીને કોર્ટે ફટકારી 8 વર્ષની કેદની સજા, કાળા કાંડ વિશે જાણીને ધિક્કારશો

હોલીવુડની દુનિયામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. માર્વેલ સિનેમેટિક યુનિવર્સ ફિલ્મ ‘ડોક્ટર સ્ટ્રેન્જ’ ફેમ અભિનેત્રી ઝારા ફિથિયનને બાળ એબ્યુઝના આરોપમાં કોર્ટે 8 વર્ષની જેલની સજા ફટકારી છે. સોમવારે અભિનેત્રી નોટિંગહામ ક્રાઉન કોર્ટમાં સજા માટે હાજર થઈ હતી. ઝારા ફિથિયનને 13થી15 વર્ષની છોકરીનું જાતીય શોષણ કરવા બદલ દોષી ઠેરવવામાં આવી છે. બાળ જાતીય શોષણનો આ કેસ વર્ષ 2005 અને 2008નો છે. આ કેસમાં ઝારા ફિથિયનના પતિ વિક્ટર માર્કેને પણ સજા થઈ છે.

વિક્ટરને પીડિતાને ત્રાસ આપવા બદલ 14 વર્ષની જેલની સજા મળી. આ સાથે ઝારા અને વિક્ટર ફરી ક્યારેય બાળકો સાથે કામ કરી શકશે નહીં. આ સાથે બંનેને યૌન અપરાધીઓના રજિસ્ટરમાં સહી કરવાનું કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ઝારા હાલમાં જ ફિલ્મ ડોક્ટર સ્ટ્રેન્જમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી જોવા મળી હતી. આવી સ્થિતિમાં, આ અભિનેત્રી આ મામલે ફરી એકવાર દર્શકોની નજરમાં આવી છે. અહેવાલો અનુસાર, અભિનેત્રીના પતિ પબ્લિક ગેલેરીમાં લોકોને જોઈને રડી પડ્યા હતા.

સજા સંભળાવતા જસ્ટિસે દંપતીને કહ્યું કે તેઓ માને છે કે પીડિત છોકરીનું યૌન શોષણ સંપૂર્ણ આયોજન સાથે શરૂ કરવામાં આવ્યું હતું. કોર્ટે અભિનેત્રીના પતિને કહ્યું, ‘હું માનું છું કે આ શોષણ પાછળ તમે જ વ્યક્તિ છો, જેણે ઉશ્કેરવાનું કામ કર્યું હતું.’ જો કે, ઝારા અને તેના પતિએ જાતીય શોષણના આરોપોને નકારી કાઢ્યા છે. પરંતુ કોર્ટે સ્વીકાર્યું કે તેઓ દોષિત છે. ઝારા ગયા અઠવાડિયે 37 વર્ષની થઈ. અગાઉ જે દિવસે દંપતીને કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હતા, તે દિવસે સજા સંભળાવવામાં આવી ન હતી.

સાથે જ કહ્યું કે આ કેસના નિર્ણય વિશે તે કોઈને પણ જણાવશે નહીં. નોટિંગહામમાં જન્મેલી ઝારા ફિથિયનને માર્વેલની ‘ડૉક્ટર સ્ટ્રેન્જ’માં બ્રુનેટ ઝીલોટની ભૂમિકા માટે વિશ્વભરમાં લોકપ્રિયતા મળી હતી. પીડિતાએ જણાવ્યું કે વિક્ટર માર્કાએ તેની સાથે ઘણી વખત ગેરવર્તન કર્યું. જ્યારે તેણે ભૂલથી છોકરીના પગને સ્પર્શ કર્યો ત્યારે તે પ્રથમ વખત તેનો શિકાર બની હતી. જે બાદ તેણે યુવતીના હોઠ અને ગળા પર કિસ કરી હતી.

યુવતીએ જણાવ્યું કે જ્યારે તે 16 વર્ષની હતી ત્યારે તેની સાથે શરીર સંબંધ કરતા પહેલા તેણે તેના કપડાની નીચે અને ઉપર સ્પર્શ કર્યો હતો અને બીજી વખત કિસ કરી હતી.કોર્ટમાં પીડિત યુવતીનું નિવેદન પણ વાંચવામાં આવ્યું હતું. જેમાં તેણે કહ્યું હતું કે, ‘તમે મારી નિર્દોષતા છીનવી લીધી. મને ભ્રષ્ટ કરી. તમે મને ડરાવી, પણ મેં નક્કી કર્યું છે કે મારે કઠપૂતળી નથી બનવું.’ ઉલ્લેખનીય છે કે, જ્યારે બાળકી સાથે આવી ઘટનાને અંજામ આપવામાં આવ્યો ત્યારે ઝારા અને વિક્ટરે લગ્ન કર્યા ન હતા.

બીબીસીના રિપોર્ટ મુજબ આ બંને ત્યારે માર્શલ આર્ટ્સ ઈન્ટ્રક્ટર્સ હતા. ઝારાએ તેના તાઈક્વાન્ડો માસ્ટર પતિ વિક્ટર સાથે મળીને 13 વર્ષની બાળકીનું કુલ 14વાર શારીરિક શોષણ કર્યું. આ ઉપરાંત વિક્ટરે 2002થી 2003 સુધીમાં 15 વર્ષની એક અન્ય બાળકીની સાથે 4 વાર શારીરિક શોષણ કર્યું હતું. જણાવી દઈએ કે, બેનેડિક્ટ કમ્બરબેચ સ્ટારર ફિલ્મ ‘ડોક્ટર સ્ટ્રેન્જ ઇન ધ મલ્ટીવર્સ ઓફ મેડનેસ’ રીલિઝ થઇ ચૂકી છે. તાજેતરમાં. આ ફિલ્મે દુનિયાભરમાં ઘણી કમાણી કરી છે. ભારતમાં આ ફિલ્મે પહેલા અઠવાડિયામાં જ 100 કરોડનો આંકડો પાર કરી લીધો હતો, તેથી અંદાજ લગાવી શકાય છે કે આ ફિલ્મની લોકોમાં કેટલી લોકપ્રિયતા છે.

Shah Jina