લિવઇનમાં રહી રહેલા યૂટયૂબર પ્રેમી-પ્રેમિકાએ 7માં માળેથી કૂદી આપી દીધો જીવ, સવારે થયો હતો ઝઘડો અને પછી બાલ્કનીમાંથી…

લિવ ઇન પાર્ટનર બનાવતા હતા યૂટયૂબ વીડિયો અને રીલ્સ, એવું તો શું થયુ કે 7માં માળેથી કૂદી ગર્વિત અને નંદિનીએ આપી દીધો જીવ

શનિવારે હરિયાણાના બહાદુરગઢમાં એક સોસાયટીના 7માં માળેથી પડી ગયેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નંદિની (22) અને ગર્વિત (25)ના મૃતદેહનું પોસ્ટમોર્ટમ રવિવારે હાથ ધરવામાં આવ્યું હતું. આ પછી પોલીસે બંનેના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપ્યા હતા. પોલીસે બંને યુટ્યુબરના સહયોગીઓની પૂછપરછ પણ હાથ ધરી છે. એવું સામે આવ્યુ છે ઘટનાના દિવસે સવારે ગર્વિત અને નંદિની વચ્ચે ઝઘડો થયો હતો અને બંને વર્ષોથી રિલેશનશિપમાં હોવાનું અને લિવ-ઈન રિલેશનમાં રહેતા હોવાનું પણ સામે આવ્યુ છે.

ગર્વિતને તેમના સંબંધો લઇને શક થવા લાગ્યો હતો અને તેને કારણે તે નંદિની સાથે અવારનવાર ઝઘડો પણ કરતો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ગર્વિત અને નંદિની લગભગ 20 દિવસ પહેલા દેહરાદૂનથી બહાદુરગઢ આવ્યા હતા. તેમની સાથે ટીમના અન્ય 4 લોકો પણ હતા. તેમણે બહાદુરગઢ શહેરની રૂહિલ રેસીડેન્સી સોસાયટીમાં ભાડેથી ફ્લેટ લીધો હતો.

આ લોકો અહીં વિડિયો શૂટિંગ માટે આવ્યા હતા, આ વચ્ચે ગર્વીતને કોઈ કામ મળ્યું, જેને કારણે તે દેહરાદૂન પોતાના ઘરે ગયો. ગર્વિત શનિવારે સવારે જ ત્યાંથી પરત ફર્યો હતો. આ સમય દરમિયાન તેનો નંદિની સાથે ઝઘડો થયો અને થોડીવારમાં બંનેના મૃતદેહ સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યા. ગર્વિતના પિતા ઉત્તરાખંડ પોલીસમાં ASI છે અને શિમલા બાયપાસ રોડ પર દૂન એન્ક્લેવમાં રહે છે.

જ્યારે, નંદિની રાયપુર રોડ પર સ્થિત શાંતિ વિહાર, વિકાસ પુરમની રહેવાસી છે. તેના પિતા પ્રોપર્ટી ડીલર છે. નંદિનીને એક નાની બહેન અને એક ભાઈ છે. જ્યારે બંને પરિવારોને તેમના બાળકોના મોતની માહિતી મળી, ત્યારે તેઓ તરત જ બહાદુરગઢ માટે રવાના થઈ ગયા હતા. તપાસ અધિકારીનું કહેવું છે કે બંને મૃતકોના પરિવારજનોએ કોઈ કેસ નોંધાવ્યો નથી. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવ્યા છે. નિવેદનના આધારે પોલીસે કલમ 174 હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

ત્યાં ગર્વિત અને નંદિનીના સહયોગીઓની પૂછપરછ ચાલી રહી છે. રીપોર્ટ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે નંદિની અને ગર્વિત વચ્ચેના સંબંધોથી બંને પરિવાર નારાજ ન હતા, છતાં આત્મહત્યા કરવાનું કારણ કોઈને ખબર નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે નંદિનીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો શોખ હતો. તેણે નાની ઉંમરમાં જ વેબસિરીઝ અને થિયેટરમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તે એક વેબ સિરીઝમાં કામ કરવા માટે મુંબઈ પણ ગઈ હતી.

Shah Jina