પહેલી પત્નીની મિત્ર પર આવ્યુ અરમાન મલિકનું દિલ, સુસાઇડ સુધી પહોંચી ગઇ વાત અને હવે બંને પત્નીઓ છે એકસાથે પ્રેગ્નેટ- વાંચો ડ્રામેટિક લવ સ્ટોરી

બે-બે બૈરાઓ રાખવાનો શોખીન છે આ મોટી હસ્તી, એક પત્નીનું નામ પાયલ તો બીજી કૃતિકા …કઈ રીતે બે બે સાથે થયો પ્રેમ, આ છે જોરદાર લવ સ્ટોરી…

આ દિવસોમાં યૂટયૂબર અરમાન મલિક દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બની ગયો છે અને તે બોલિવૂડ કે ટીવી સ્ટાર નથી પરંતુ ખૂબ જ ફેમસ યૂટયૂબર છે. અરમાન મલિક ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ પર વ્યાપકપણે જાણીતો છે. અરમાન વર્ષોથી વીડિયો બનાવી રહ્યો છે અને ચાહકો તેને ખૂબ પસંદ કરે છે. અરમાને બે લગ્ન કર્યા છે અને તેના કારણે પણ લોકો તેની પ્રોફાઇલ વિશે જાણીને આશ્ચર્યચકિત થઈ જાય છે. અરમાનને બે પત્નીઓ અને એક પુત્ર છે અને તે બધા એક જ છત નીચે રહે છે, તો ચાલો જાણીએ કે અરમાનનો પરિવાર કેવો છે.

અરમાન મલિકની બે પત્નીઓ છે, જે એક જ ઘરમાં એકસાથે રહે છે. અરમાન તેના બે લગ્ન માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ છે. અરમાનની યુટ્યુબ પર ફેમિલી ફિટનેસ નામની ચેનલ છે, જેના પર તે તેના પરિવાર સાથે સંબંધિત રસપ્રદ વ્લોગ શેર કરે છે. તેના લાખો ફોલોઅર્સ છે. લોકો એ જાણવા માટે ઉત્સુક છે કે અરમાન મલિકે શા માટે બે લગ્ન કર્યા અને શું તેની બંને પત્નીઓને સાથે રહેવામાં કોઈ સમસ્યા નથી ? બધા જાણે છે કે અરમાન મલિકને બે પત્નીઓ છે. તેની પહેલી પત્નીનું નામ પાયલ મલિક અને બીજી પત્નીનું નામ કૃતિકા મલિક છે.

અરમાને વર્ષ 2011માં પહેલા લગ્ન પાયલ સાથે કર્યા હતા. આ પછી વર્ષ 2018માં તેણે તેની પત્ની પાયલની શ્રેષ્ઠ મિત્ર કૃતિકા સાથે લગ્ન કર્યા. સૌથી મહત્વની વાત એ છે કે અરમાન મલિકના બંને લગ્ન લવ મેરેજ છે. તેને પહેલા પાયલ સાથે પ્રેમ થયો, પછી તેણે પાયલ સાથે લગ્ન કર્યા અને તેને પોતાના જીવનનો હિસ્સો બનાવી લીધો. પાયલે અરમાન સાથે લગ્ન કર્યા બાદ કૃતિકા સાથે મિત્રતા કરી હતી. અરમાનની પત્ની પાયલની કૃતિકા સાથે મિત્રતા એટલી સારી થઈ ગઈ કે કૃતિકા તેના ઘરે આવવા-જવા લાગી અને આ રીતે અરમાનની કૃતિકા (બીજી પત્ની) સાથે મુલાકાત થઈ.

થોડા સમય પછી અરમાનને તેની પત્નીની મિત્ર કૃતિકા ગમી ગઈ અને તેણે કૃતિકાને તેની ગર્લફ્રેન્ડ બનવાની ઓફર કરી. ધીરે ધીરે અરમાન અને કૃતિકા એકબીજાના પ્રેમમાં પડ્યા અને બંનેએ કોર્ટમાં લગ્ન કરી લીધા. નવાઈની વાત એ છે કે અરમાને કૃતિકા અને પાયલ બંને સાથે કોર્ટ મેરેજ કર્યા છે અને પ્રેમમાં પડ્યાના 6-7 દિવસમાં અરમાને બંને છોકરીઓ સાથે લગ્ન કરી લીધા છે. અરમાનના બીજા લગ્નની જાણ થતાં જ તેની પહેલી પત્નીના પરિવારજનો ખૂબ ગુસ્સે થયા હતા અને તેઓ પાયલ અને તેના પુત્રને 1 વર્ષ માટે તેમના ઘરે લઈ ગયા હતા.

પરંતુ 1 વર્ષ બાદ અરમાનની પહેલી પત્ની પતિ પાસે પાછી આવી ગઈ અને ત્યારથી આજદિન સુધી અરમાન તેની બંને પત્નીઓ સાથે એક જ ઘરમાં સાથે રહે છે. અરમાને જણાવ્યું કે તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. તે સમાજ સાથે લડ્યો અને એક દિવસ એવો પણ આવ્યો કે વાત સુસાઇડ સુધી પહોંચી ગઇ. જો કે, હવે એ કહે છે કે, તેમને ત્રણેયને હવે કોઇ ન તોડી શકે. અરમાને કહ્યું કે તેની બંને પત્નીઓ તેની બે કિડની જેવી છે, જેના વિના તેનું જીવન ચાલી શકે નહીં.

અરમાને પોતાના વીડિયોમાં જણાવ્યું કે તેને બંને સાથે પ્રેમ થઈ ગયો હતો તેથી તેણે કૃતિકા અને પાયલ સાથે લગ્ન કર્યા. અરમાનને પોતાની હરકતો પર શરમ આવતી નથી. તે કહે છે કે તે બંને પત્નીઓને સમાન પ્રેમ અને સન્માન આપે છે. અરમાન મલિક પ્રખ્યાત વ્લોગર બન્યા બાદ હવે અભિનયની દુનિયામાં પણ પ્રવેશી ચૂક્યો છે. અરમાન મલિક ઘણા હરિયાણવી ગીતોમાં જોવા મળ્યો છે. અરમાનની બંને પત્નીઓ પણ કન્ટેન્ટ ક્રિએટર છે અને તેઓ અરમાન સાથે વીડિયો ગીતોમાં પણ કામ કરે છે.

અરમાન મલિક આ દિવસોમાં તેની બંને પત્નીઓની પ્રેગ્નેંસીને લઈને ચર્ચામાં છે. અરમાન મલિકની બંને પત્નીઓ એકસાથે ગર્ભવતી થઈ છે. તેણે તેની બંને પત્નીઓ સાથે ફોટા શેર કર્યા, જેમાં તે બંને પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. અરમાન મલિક આ દિવસોમાં ખૂબ જ ખુશ છે કારણ કે તે ત્રણ બાળકોનો પિતા બનવાનો છે. અરમાનની પહેલી પત્ની જોડિયા બાળકોને જન્મ આપશે, જ્યારે તેની બીજી પત્ની એક બાળકને જન્મ આપશે. આવી સ્થિતિમાં અરમાનના ઘરમાં ત્રણ બાળકોની કિલકારી ગુંજવાની છે.

Shah Jina