રીલ બનાવવા માટે જીવ જોખમમાં ! સુરતમાં બ્રિજ પર 1 ફૂટ પાતળી પાળી પર ચાલતા ચાલતા વીડિયો બનાવી રહ્યો હતો યુવક, લોકોના જીવ ચોંટ્યા તાળવે, જુઓ વીડિયો

સુરતમાં રીલ બનાવતી વખતે જીવ જોખમમાં મુકવાની વધુ એક ઘટનાનો વીડિયો વાયરલ, આ વખતે યુવકે બ્રિજ પર જે કર્યું એ જોઈને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે… જુઓ

Youth Walks On 30ft High And 1ft Wide Bridge : આજના યુવાનોને રીલ્સ બનાવીને ફેમસ થવાનું ઘેલું લાગ્યું છે અને ઘણા યુવાનો આવી જ ઘેલછામાં દુર્ઘટનાનો શિકાર પણ બનતા હોય છે, કોઈ હાથ પગ ભાંગતા હોય છે તો કોઈનો જીવ પણ ચાલ્યો જતો હોય છે. આવા ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે હાલ એવી જ એક ઘટના સુરતમાંથી પણ સામે આવી છે, જેમાં સુરતમાં આવેલા પાંડેસરાના એક બ્રિજ પર પાતળી પાળી પર ઉભા રહીને રીલ બનાવી રહેલા એક યુવકનો વીડિયો વાયરલ થયો છે.

રીલ બનાવવા જીવ જોખમમાં :

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક યુવક રોડ બનેલા બ્રિજની ઉપર છે. તેને રેડ કલરનું ટી શર્ટ પહેર્યું છે અને બ્રિજ પર બનેલી એક ફૂટ પહોળી પાળી પર ચઢે ચેહ અને કોઈપણ જાતના આધાર વગર ચાલવા લાગે છે, વીડિયોમાં એવું પણ જોઈ શકાય છે તેની સાથે રહેલા બે લોકો તેને નીચે ઉતરવાનું કહે છે. પરંતુ યુવક તો પોતાની મસ્તીમાં જ પાળી પર ચાલવા લાગે છે. સતત 20 ફૂટ જેટલું ચાલ્યા બાદ યુવક નીચે ઉતરી જાય છે.

પોલીસે શરૂ કરી તપાસ :

આ ઘટના પાંડેસરા વિસ્તારમાં આવેલા બ્રિજ પર બની હોવાનું સામે આવ્યું છે. વીડિયો વાયરલ થતા પોલીસ પણ હરકતમાં આવી ગઈ. પાંડેસરા પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા જણાવવામાં આવ્યું કે આ વીડિયો પાંડેસરાના પિયુષ પોઇન્ટનો છે, જેના પર યુવક બેફકરાઈથી ચાલી રહ્યો છે. હાલ તેમની ટીમ ત્યાં પહોંચી છે અને યુવક કોણ છે તે અંગે તપાસ પણ કરી રહી છે. સારી વાત એ રહી કે યુવકનું પાળી પર ચાલતા સમયે બેલેન્સ ના બગડ્યું નહિ તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

વારંવાર બને છે આવી ઘટનાઓ :

આ આગાઉ પણ સુરતમાં એક કોમ્પ્લેક્સ પર ચઢીને રીલ બનાવી રહેલા એક યુવકનો વીડિયો સામે આવ્યો હતો, જે વાયરલ થયા બાદ પોલીસે પણ આ મળે કાર્યવાહી કરી હતી. ત્યારે હવે આ વીડિયો પણ સામે આવ્યો છે. સુરતમાંથી આવી ઘણી ઘટનાઓ સામે આવી ચુકી છે અને પોલીસ તેમને શોધીને કાયદેસરની કાર્યવાહી કરીને તેમને પાઠ પણ ભણાવતી હોય છે, તે છતાં પણ યુવકોમાં રીલ બનાવવા માટે પોતાના જીવ જોખમમાં મુકવાનું સામાન્ય બની ગયું છે.

Niraj Patel