‘મમ્મી પપ્પા આઇ લવ યુ…’ કહી રાજકોટનો યુવાન આજી ડેમમાં કૂદ્યો, આપઘાત પાછળનું કારણ જાણી રહી જશો હેરાન

Rajkot youth suicide : ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે. જેમાં પ્રેમ સંબંધ, માનસિક કે શારીરિક હેરાનગતિ, દેવું સહિત અનેક કારણો હોય છે. ત્યારે હાલમાં રાજકોટમાંથી આપઘાતની ઘટના સામે આવી છે. રાજકોટમાં આજીડેમમાં ઝંપલાવી એક યુવક કે જે CAનો અભ્યાસ કરતો હતો તેણે જિંદગી ટૂંકાવી નાખી. આ ઘટનાને લઇને પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

21 વર્ષિય શુભમ બગથરિયાએ આપઘાત પહેલા વીડિયો પણ બનાવ્યો હતો અને આ વીડિયો તેણે તેના પિતાને પણ મોકલ્યો હતો. જો કે, પિતાનું નેટ બંધ હોવાને કારણે સાંજે 7 વાગ્યે નેટ ચાલુ કરતા વીડિયો જોઇ તેમના પગ નીચેથી તો જમીન જ સરકી ગઇ હતી. વીડિયોમાં મૃતક કહી રહ્યો છે કે, ‘તીનપત્તી માસ્ટરમાં તે રૂપિયા હારી ગયો છે અને એટલા પાપ છે કે શબ્દોમાં બયાં નથી કરી શકતો’.

વીડિયો બનાવ્યા બાદ શુભમ આજીડેમમાં કૂદી ગયો હતો. તે વીડિયોમાં એમ પણ કહી રહ્યો છે કે બહુ મહેનત કરી મેં આ સ્ટેપ ઉઠાવવા માટે, હું મજબૂર છું કારણ કે, મારી પાસે એટલા પાપ થઈ ગયા છે કે શબ્દોમાં નથી બયાં કરી શકતો. આજી નદી છે…હું કૂદુ છું, મારી જાન દઉં છું, કોઈનો વાંક નથી, મારા શેઠ બધા સારા હતા. તેના 65 હજાર રૂપિયા, હર્ષના 30 હજાર, અશ્વિનભાઈના 20 હજાર અને 15 હજાર તેના શેરના, ઓનલાઈન તીનપત્તી માસ્ટરમાં હું હારી ગયો એટલે જાન નથી દેતો, બીજા પણ કારણ છે.

આ ઉપરાંત શુભમ કહે છે કે જિંદગીથી થાકી ગયો છું હું, હવે હું સુસાઈડ કરવા માગું છું. બહુ થઈ ગયું. તે વીડિયોમાં તેના માતા-પિતાને ઉલ્લેખી કહે છે કે પપ્પા-મમ્મી આઈ લવ યુ…હસતા રહેજો અને બની શકે તો મને માફ કરી દેજો. મારા વગર જિંદગી જીવવાની ટ્રાય કરજો. પ્લીઝ…જિંદગી જીવજો. પપ્પા મારી ગાડી આજીડેમ પાસે નદી છે ત્યાં ભરવાડ પાસે પડી છે, વેચીને જેટલા પૈસા આવે તે ચૂકવાય એને ચૂકવી દેજો. બસ આટલું કહ્યુ બાદ તેણે કહ્યુ, જાઉં છું હવે, જે બાદ તે હાથથી બાય બાય પણ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Update : આજીડેમ આપઘાત કરવા ગયેલ યુવક શુભમ હેમખેમ મળી આવ્યો હોવાના સમાચાર છે. શુભમ હાલમાં સિવીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગઇકાલે જ તેનો આપઘાત કરવા જતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને પોલીસ તેમજ ફાયરબ્રિગેડ દ્વારા તેની બારેક કલાક સુધી આજીડેમમાં શોધખોળ પણ કરવામાં આવી હતી. જો કે, યુવક પોતાની રીતે જ સિવીલ હોસ્પિટલમાં પહોંચી ગયો હતો.

Shah Jina