PUBG નો એવો ગંદો શોખ ચઢ્યો, પોતાની બહેનના જ ઘરમાં કર્યું ગંદુ કામ, 2 આરોપીની ધરપકડ

માં-બાપ સાવધાન: જો તમારો દીકરો પબજી રમતો હોય તો જલ્દી વાંચી લો..નહિ તો….

હાલ એવા અનેક કિસ્સા સામે સામે આવતા હોય છે કે જેને સંબંધોને શર્મશાર કરી દે. ઘણા છોકરાઓને ગેમની અને દારૂની લત હોય છે અને તેઓ પોતાનો શોખ પૂરો કરવા માટે કોઇ પણ હદ સુધી જઇ શકે છે. ત્યારે આવો જ એક કિસ્સો હાલ સામે આવી રહ્યો છે.

આ ઘટનામા બન્યુ એવું છે કે, PUBG અને દારૂના શોખને પૂરો કરવા માટે એકે પોતાની જ બહેનના ઘરમાં લૂટ કરાવી દીધી. આ મામલે પીડિતાએ પોલિસ ફરિયાદ પણ કરી હતી.

પ્રતિકાત્મક તસવીર

દિલ્લીના નિહાલ વિહારમાં એક મહિલાના ઘરમાં ઘૂસીને બદમાશોએ લૂંટની વારદાતને અંજામ આપ્યો છે. પીડિતાએ પોલિસને જણાવ્યુ કે તેના માથા પર પિસ્તોલ રાખી આરોપીએ લૂટ કરી હતી અને ઘરની બહાર તાળુ લગાવી ફરાર થઇ ગયા હતા.

એક મહિલાના ઘરે 26 જૂનના રોજ બપોરે 1-2 વાગ્યાની આસપાસ બદમાશ તેમના ઘરે આવ્યા અને પિસ્તોવ નીકાળી લૂટપાથ કરવા લાગ્યા. આ દરમિયાન મહિલાએ શોર મચાવ્યો તો આસપાસના લોકો એકઠા થઇ ગયા પરંતુ બંને આરોપી ફરાર થઇ ચૂક્યા હતા.

પોલિસે તપાસ શરૂ કરી ત્યારે ખબર પડી કે બંને આરોપી એક સ્કૂટી પર સવાર થઇને આવ્યા હતા. તેઓ ભાગતા સમયે સ્કૂટી ત્યાં જ છોડીને જતા રહ્યા હતા. પોલિસ ચાલાકીથી આ સ્કૂટીની દેખરેખ રાખી હતી આ દરમિયાન એક વ્યક્તિ સ્કૂટી લેવા આવ્યો અને પોલિસે તેને પકડી લીધો.

પકડાયેલા આરોપીઓનું નામ સન્ની છે અને તેણે ખુલાસો કર્યો કે તેને જયોતિ ઉર્ફે પરી નામની છોકરી સાથે મળી લૂટની પ્લાનિંગ કરી હતી. જયોતિએ સન્નીને જણાવ્યુ કે તેની બહેન શશિના ઘરમાં ભારે માત્રામાં કેશ રાખેલી છે. જે બાદ પોલિસે જયોતિની પણ ધરપરડ કરી લીધી હતી. પોલિસે આરોપી પાસેથી એક ટોય પિસ્તોલ પણ કબ્જે કરી લીધી છે.

જયોતિ અને સન્નીની મુલાકાત PUBG રમવા દરમિયાન થઇ હતી. જયોતિને દારૂ અને PUBGની આદત હતી જેના કારણે તેને પૈસાની જરૂરત હતી. આ જ કારણે તેને તેની સગી બહેનને લૂટવાની પ્લાનિંગ કરી. પોલિસે જણાવ્યુ કે સન્ની જાબરી એક્સટેંશનનો રહેવાસી છે. તે છેલ્લા 3 વર્ષથી નારાયણામાં પ્રિટિંગ પ્રેસમાં કામ કરી રહ્યો હતો. લોકડાઉનને કારણે કામ બંધ થઇ ગયુ અને તે બાદ તે ડિલિવરી બોયનું કામ કરી રહ્યો હતો. આ મામલે સન્ની સાથે એક સૈફ પણ હતો જે ફરાર છે.

 

Shah Jina