અમદાવાદમાંથી સામે આવી રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના, રોડ ઉપર ઉભેલો માણસ એક્ટિવા સાથે જ સમાઈ ગયો જમીનમાં, જુઓ CCTV વીડિયો

અમદાવાદીઓ સાવધાન ! તમારી સાથે પણ બની શકે છે આવી ઘટના, 10 સેકેન્ડમાં જ એક્ટિવા ચાલક જમીનમાં થઇ ગયો ગરકાવ, ત્યાં ઉભેલા લોકો જોઈને ફફડી ઉઠ્યા- તમે પણ જુઓ વીડિયો

ચોમાસાની શરૂઆત થતા જ રોડ પર ગાબડા પડવાના શરૂ થઇ જાય છે અને તંત્રની પોલ પણ ખુલી જતી હોય છે. થોડા દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં અમદાવાદના ચંદ્રનગર બ્રિજ ઉપર ઘણા બધા બાઈક અને સ્કૂટર સવાર એક ઝાપટું પડતા જ લસરી પડ્યા હતા. ત્યારે હવે વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં રોડ ઉપર ભુવો પડતા જ એક એક્ટિવા ચાલક રસ્તા ઉપર ઉભા ઉભા જ જમીનમાં સમાઈ જાય છે.

આ ઘટના સામે આવી છે અમદાવાદના ફતેહવાડી વિસ્તારમાંથી. જ્યાં રોડ ઉપર ભુવો પડવાના કારણે એક માણસ અચાનક જ પોતાના એક્ટિવા સાથે જમીનમાં ગરકાવ થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઈ હતી. જેના બાદ તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક એક્ટિવા ચાલક પોતાનું વાહન લઈને જતા સમયે અચાનક રસ્તા ઉપર અટકી જાય છે. તેના એક્ટિવાનું ટાયર ભુવામાં ફસાઈ ગયું છે. તેને જોઈને આસપાસ ઉભેલા લોકો પણ મદદ માટે દોડી આવે છે, પરંતુ ત્યાં સુધી તો તે વ્યક્તિ તેના એક્ટિવા સાથે જ જમીનની અંદર ગરકાવ થઇ જાય છે.

જો કે સદનસીબે ત્યાં સ્થાનિક લોકો હોવાના કારણે ભુવામાં ગરકાવ થઇ ગયેલા વ્યક્તિને દોરડાની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. તે વ્યક્તિને કોઈ ઇજા પણ થઇ નહોતી. ભુવામાં પડી જનારા વ્યક્તિનું નામ આતીફખાન પઠાણ છે. તેને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે બુધવારના રોજ તે બપોરે 1 વાગ્યાની આસપાસ ફતેહવાડીમાં આવેલા લમ્બેપાર્ક નજીક કરિયાણું લેવા માટે ગયો હતો.

આતિફખાને આગળ જણાવ્યું હતું કે દુકાનથી થોડે દૂર તેના એક્ટિવાનું પાછળનું ટાયર ખાડામાં ફસાયું હોવાનું તેને જણાયું. ટાયર બહાર કાઢે તે પહેલા જ આખે આખો રોડ બેસી ગયો. તે એક્ટિવા છોડીને બહાર ભાગે એ પહેલા જ આખો ખાડો ભુવામાં ફેરવાઈ ગયો અને તે પણ એક્ટિવા સાથે અંદર ગરકાવ થઇ ગયો. અંદર પાઇપ હોવાના કારણે તેને પાઇપ પકડી લીધી અને તેના ઉપર ટિંગાયેલો રહ્યો, જેના બાદ સ્થાનિક લોકોએ દોરડું નાખી તેને બહાર કાઢ્યો, પરંતુ તેનું એક્ટિવા અંદર જ ગરકાવ થઇ ગયું.

Niraj Patel