ખતરનાક સ્ટંટબાજી ! યુવક હોશિયારી મારવા ઝહેરીલા સાપને કરવા લાગ્યો કિસ, સાપે હોઠ પર જ માર્યો દંશ- જુઓ વીડિયો

ટશનબાજીના ચક્કરમાં ઝહેરીલા કોબરાને કિસ કરી રહ્યો હતો યુવક, સાપે કર્યો એવો હાલ કે…જુઓ વીડિયો

ઇન્ટરનેટ ઉપર સાપને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા લોકો તો સાપનું નામ જ સાંભળીને થર થર કાંપવા લાગે છે. હવે એવામાં વિચારો કે કોઇ વ્યક્તિ સાપને કિસ કરવા જાય અને સાપ તેને દંશ મારે તો… સાંભળતા જ રૂંવાડા ઊભા થઇ ગયા ને… કર્ણાટકના શિવમોગામાંથી આવો જ એક હૃદયસ્પર્શી વીડિયો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિને કોબ્રા સાપને કિસ કરવી મોંઘી પડી ગઇ. બચાવકર્તાએ કોબ્રાને ચુંબન કરવાનું શરૂ કર્યું કે તરત જ સાપે યુવકના હોઠ પર દંશ માર્યો.

ઘટના બાદ યુવકની તબિયત બગડતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો. સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવકે સાપને પકડી લીધો છે. પકડાઈ જવાથી ગુસ્સે થયેલો સાપ પોતાનો હૂડ ફેલાવીને ડંખ મારવા તૈયાર છે. આસપાસ એકઠા થયેલા લોકોને પોતાની બહાદુરી બતાવવા યુવક સાપને કિસ કરી રહ્યો હતો. આ દરમિયાન જ સાપે તેના હોઠ પર ડંખ મારી દીધો.

મળતી માહિતી મુજબ એલેક્સ અને રોની નામના બે યુવકોએ સાપને રહેણાક વિસ્તારોમાંથી રેસ્કયૂ કરે છે. પછી તેઓ તેમને સલામત રીતે જંગલમાં છોડી દે છે. બુધવારે તેમને માહિતી મળી હતી કે લગ્નવાળા ઘરમાં બે કોબ્રા સાપ જોવા મળ્યા હતા. બંને યુવકોએ સ્થળ પર પહોંચીને સાપનું રેસ્કયૂ કર્યુ હતુ. આ દરમિયાન એલેક્સને શું કરવું તે સમજાયું નહીં અને કોબ્રા સાથે રમવા લાગ્યો. આ દરમિયાન તેણે કોબ્રાને કિસ કરવાનું શરૂ કર્યું, પછી કોબ્રાએ તેને તેના હોઠ પર ડંખ માર્યો. ઘાયલ એલેક્સને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો,

જ્યાં સારવાર બાદ તેને રજા આપવામાં આવી. ડોક્ટરોએ જણાવ્યું કે સમયસર સારવારને કારણે યુવકનો જીવ બચી ગયો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે.તાજેતરમાં છત્તીસગઢના કોરબાથી એક સમાચાર સામે આવ્યા છે, જ્યાં સર્પદંશ બાદ સારવાર કરાવવાને બદલે એક ગ્રામીણને ઝાડ-ફૂંક કરાવવાનું મોંઘુ પડ્યું હતું અને તેનું મોત નિપજ્યું હતું.

Shah Jina