અમદાવાદ માં ગર્લફ્રેન્ડના પરિવારના ત્રાસથી યુવકે કેનાલમાં જંપલાવ્યું, વીડિયો બનાવી બોલ્યો- આ લોકોને ફાંસી નહિ તો ઉંમરકેદ તો…

અમદાવાદમાં પ્રેમિકાના પરિવારથી કંટાળી યુવકે કર્યો આપઘાત, 5 વર્ષથી યુવતી સાથે લફડું હતું…વીડિયો બનાવી બોલ્યો- આ લોકોને ફાંસી નહિ તો ઉંમરકેદ તો…જાણો અંદરની બધી જ વિગત

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના ઘણા મામલા સામે આવે છે, જેમાં કેટલીકવાર પ્રેમ સંબંધને કારણે તો કેટલીકવાર અન્ય કારણોને લઇને આપઘાત કરતા હોય છે. ત્યારે હાલમાં અમદાવાદના સરખેજમાંથી જ એક આપઘાતનો મામલો સામે આવ્યો હતો, જેમાં દસેક દિવસ પહેલા એક પરિણીતાએ તેના પતિના ત્રાસને કારણે આપઘાત કર્યો હતો. ત્યારે હવે બીજો એક મામલો સામે આવ્યો છે, જેમાં પ્રેમિકાના પરિવારના ત્રાસને કારણે એક યુવકે વીડિયો બનાવીને કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લીધો છે.

આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે યુવકની આત્મહત્યા માટે જવાબદાર ચાર લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાડજમાં રહેતો પ્રકાશ વાઘેલા પાડોશમાં રહેતી યુવતી સાથે છેલ્લા પાંચેક વર્ષથી પ્રેમ સંબંધમાં હતો પણ યુવતીના પરિવારજનોને તેમનો પ્રેમસંબંધ સ્વીકાર્ય ન હોવાને કારણે તેઓ યુવકને માનસિક ત્રાસ આપતા હતા અને ધમકી પણ આપતા હતા. તેમણે યુવતીની અન્ય યુવક સાથે સગાઈ પણ કરી દીધી હતી. ત્યારે પ્રેમિકાને ગુમાવવાનો ડર અને ધમકીથી કંટાળી યુવકે કેનાલમાં પડતું મૂકી આપઘાત કર્યો હતો.

જો કે, તેણે આપઘાત પહેલા વીડિયો બનાવ્યો હતો અને આરોપીઓને ફાંસી નહિ તો કંઇ નહિ પણ ઉંમરકેદની સજા થાય તેવી માગણી પણ કરી હતી. મૃતક પ્રકાશ વાઘેલા રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ત્યારે તેનો જે યુવતિ સાથે પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો તેના પરિવારને બે વર્ષ પહેલા પ્રેમ સંબંધની જાણ થઇ અને પછી બંને પરિવારો વચ્ચે અવારનવાર આ મામલે ઝઘડા થતા હતા. પ્રકાશના પરિવારજનો દ્વારા યુવતીના પરિવાજનોને પ્રસ્તાવ મોકલાયો હતો અને એક જ સમાજના હોવાના કારણે બંનેના લગ્ન કરાવી દેવાની આજીજી પણ કરવામાં આવી હતી,

જો કે યુવતીના પરિવારજનો લગ્ન માટે તૈયાર ન હતા અને તેથી તેઓએ બે મહિના પહેલા યુવતીની સગાઈ બીજા કોઇ યુવક સાથે કરાવી દઇ, જેને લઇને પ્રકાશ માનસિક રીતે ભાંગી પડ્યો અને સતત તણાવમાં પણ રહેતો હતો. ત્યારે 24 માર્ચના રોજ યુવક રીક્ષા લઈને જ્યારે ઘરથી નીકળ્યો ત્યારે તેણે કેનાલમાં પડતું મૂકી આપઘાત કરી લીધો. આપઘાત પહેલા તેણે પોતાની આપવીતી જણાવતો અને પ્રેમિકાના પરિવારજનોનો અત્યાચારનો વીડિયો બનાવ્યો હતો,

તેમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે તે યુવતિને ખૂબ જ પ્રેમ કરે છે, પણ તેના પરિવારને કારણે તે આત્મહત્યા કરી રહ્યો છે. તે આ વીડિયોમાં એવું પણ કહી રહ્યો છે કે આ લોકોને ફાંસી નહિ તો ઉંમરકેદ તો થવી જ જોઇએ. પોલિસ પાસે આ વીડિયો આવ્યા બાદ તેમણે પ્રકાશની આત્મહત્યા માટે જવાબદાર લીલાબેન પરમાર, મનસુખ પરમાર, મધુબેન પરમાર અને ભારતીબેન પરમાર સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અંગેનો ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Shah Jina