અમદાવાદમાં 4 લગ્ન છતાં પણ યુવકને ના મળ્યું પત્નીનું સુખ, પાંચમા લગ્ન કર્યા તો દુલ્હને કર્યો કાંડ, કંટાળીને યુવકને મોતને કર્યું વહાલું

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, કોઈ આર્થિક સંકળામણમાં આવીને આપઘાત કરે છે તો કોઈ પ્રેમ પ્રસંગોમાં, તો કોઈ લગ્ન જીવનમાં થતા કજિયા કંકાસના કારણે પણ પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે, પરંતુ હાલ અમદાવાદમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવકે લૂંટેરી દુલ્હનના કારણે આપઘાત કરી લીધો છે.

(પ્રતીકાત્મક તસવીર)

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના બારેજામાં રહેતા હિતેશ સોલંકી નામના યુવકના અગાઉ 4 વાર લગ્ન થયા હતા, પરંતુ કોઈ કારણોસર આ ચારેય લગ્ન નિષ્ફળ ગયા હતા, જેના બાદ તેણે મુંબઈના નાલાસોપારાની યુવતી સાથે પાંચમું લગ્ન કર્યું હતું, પરંતુ લગ્નના થોડા જ દિવસો બાદ હિતેશની આ પાંચમી પત્ની સોનાના દાગીના અને દોઢ લાખ રૂપિયા રોકડ લઈને તેની માતા સાથે રફુચક્કર થઇ ગઈ હતી.

(પ્રતીકાત્મક તસવીર)

આ વાતના કારણે આઘાતમાં આવેલા હિતેશે સુસાઇડ નોટ લખીને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જેના બાદ પોલીસે આ ઘટનામાં મૃતક હિતેશની માતાની ફરિયાદના આધારે પોલીસે બે મહિલા સહિત પાંચની ધરપકડ કરી હતી. મૃતક હિતેશે સુસાઇડ નોટની અંદર આરોપીઓના નામ અને ફોન નંબર પણ લખ્યા હતા.

(પ્રતીકાત્મક તસવીર)

પોલીસને મળી આવેલી સુસાઇડ નોટમાં હિતેશે રાજુભાઈ, આશાબહેન, અશ્વિન વલસાડ, મુકેશભાઈ, સૂફિયાન, રાણીની બેન, રાણીની માતા અને રાણીનું નામ લખેલું હતું. આ સુસાઇડ નોટમાં તેને એમ પણ જણવ્યું હતું કે આ લોકોએ લગ્ન કરાવ્યા બાદ મારી સાથે નાતજાતનો ભેદભાવ રાખીને દોઢ લાખ રૂપિયા અને દાગીના પડાવી લીધા છે. હું છોકરીને રાખવા તૈયાર છું પણ તેઓ મોકલવા તૈયાર નથી અને મેં દાગીના તથા રોકડા આપ્યા છે એ સ્વીકારવા પણ તૈયાર નથી, જેથી હું આ પગલું ભરી રહ્યો છું. મારે ઘણું જીવવું હતું પણ આ બાબતને લઈ લાગી આવતાં હવે જીવવું નથી, જેથી મેં આ પગલું ભર્યું છે.

Niraj Patel