છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાંથી હાર્ટ એટેકથી મોત થવાના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઇને ક્રિકેટ રમતા રમતા તો કોઇને ફુટબોલ રમતી વખતે કે પછી કોઇને જીમમાં એક્સરસાઇઝ કરતી વખતે તો કોઇને સ્ટેજ પર ગાતી કે ડાન્સ કરતી વખતે અચનાક હાર્ટ એટેક આવે છે. ત્યારે હાલમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં જામનગરથી માટેલ ધામની પદયાત્રા માટે નીકળેલા એક યુવકનું હાર્ટ એટેક આવતા મોત થયુ છે.

મૃતક પદયાત્રીઓની સેવા કર્યા બાદ ડી.જે.પર રાસ-ગરબા રમ્યો અને અચાનક તેનું હ્રદય બંધ પડી જતાં તેનું મોત નિપજ્યુ. યુવકના મોતથી પદયાત્રીઓમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું. માટેલ જવા માટે જામનગરથી બે દિવસ પહેલા જ પગપાળા સંઘ નીકળ્યો હતો અન આમાં મહેશ ચૌહાણ પણ જોડાયો હતો. જ્યારે પદયાત્રીઓ લતિપર-ટંકારા રોડ પર એક કેમ્પમાં વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે મહેશ અન્ય પદયાત્રીની સાથે રાસ રમી રહ્યાૃો હતો અને આ સમયે તે અસ્વસ્થ થતા બેસી ગયો અને બાદમાં હાર્ટઅટેક આવતા અચાનત ઢળી પડ્યો.
જો કે, તાત્કાલિક તેને લતિપર આરોગ્ય કેન્દ્રમાં અને પછી ધ્રોલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પણ ત્યાં સારવાર મળે તે પહેલા જ તેનું મોત થઇ ગયુ. આ ઘટનાને લઇને અન્ય પદયાત્રીઓમાં પણ શોકનો માહોલ છવાયો. પીએમ સહિતની વિધિ પૂર્ણ કર્યા બાદ મહેશના મૃતદેહને જામનગર લાવવામાં આવ્યો હતો અને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેના મિત્ર વર્તુળ અને જ્ઞાતિજનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા.