સુરતમાં સૌથી ભયાનક અકસ્માત: એક ભૂલ કરી BRTS પાસે અને યુવકનું માથું ફાટી જતાં ઘટનાસ્થળે જ મૃત્યુ

ગુજરાતમાંથી અવાર નવાર BRTS રૂટમાં અકસ્માત થવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, જેમાં મૂળભૂત કારણ ઘણીવાર ચાલકનું ગફલતભરી રીતે બસ ચલાવવાનું હોય છે. આવા અકસ્માતમાં અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે, તો ઘણીવાર આવા અકસ્માતમાં કેટલાક લોકોને ગંભીર ઇજા પહોંચતી હોય છે. ત્યારે હાલ સુરતમાંથી એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં BRTS રૂટમાં ST બસની અડફેટે આવતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

ઘટનાની વિગત તપાસીએ તો, મૂળ નેપાળનો અને સુરતના સચિન વિસ્તારમાં મિત્ર સાથે રૂમ રાખીને રહેતો યુવક સવારે આઠ વાગ્યાના અરસામાં​​ પાંડેસરા યુનિટી એસ્ટેટ બાટલીબોય પાસે કામનાથ મહાદેવ પાસે CNG પંપની સામેથી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. આ દરમિયાન જ એસટી બસની અડફેટે આવતા તેનું મોત નિપજ્યુ હતુ.

મૂળ નેપાળનો અને સુરતમાં મિત્ર સાથે ભાડાની રૂમમાં રહેતો સુભાષ રાકેશ પાસી કે જેની ઉંમર 19 વર્ષ છે તે બીલીમોરાથી મોડાસા જતી બસની અડફેટે આવી ગયો હતો, જેથી ઘટનાસ્થળે તેનું માથું ફાટી જતાં તેનું મોત થયુ હતુ. આ મામલે પોલિસને જાણ થતાની સાથે ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સમગ્ર કેસની સાથે જોડાયેલા પીએસઆઈએ જણાવ્યું કે અકસ્માતમાં ઘટનાસ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું.

જેથી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, અકસ્માત નિપજાવનાર એસટી ચાલક પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો, જેથી તેની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Shah Jina