બારડોલીથી બાઈક ઉપર સ્ટન્ટ કરવા માટે આ યુવતી આવતી હતી સુરતમાં, હવે થઇ રહ્યો છે પછતાવો, જાણો કારણ

આજકાલ ઘણા યુવાનોને આપણે જોયા હશે કે બાઈક ઉપર રોડ ઉપર અલગ અલગ સ્ટન્ટ કરતા હોય છે. ઘણીવાર આવા સ્ટન્ટ તેમના માટે જીવલેણ પણ બની જતા હોય છે. પરંતુ હાલમાં એવી ખબર આવી રહી છે જે જાણીને તમને પણ નવાઈ લાગશે. (તમામ તસવીરો: ઇન્સ્ટાગ્રામ)

બારડોલીમાં રહેતી સંજના ઉર્ફે પ્રિન્સી બાઈક ઉપર સ્ટન્ટ કરવા માટે બારડોલીથી સુરત આવતી હતી અને સુરતના રસ્તાઓ ઉપર સ્ટન્ટ કરતા વીડિયો પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી હતી. પરંતુ આ સ્ટન્ટ કરવા તેને પણ ભારે પડી ગયા હતા.

સ્ટાલિશ કપડાં અને અવનવા સ્ટન્ટ કરીને યુવતી સમગ્ર સુરતમાં ચર્ચાનો વિષય બની હતી ત્યારે પોલીની નજરમાં આવતા હવે સંજનાની અટકાયત કરવામાં આવી છે.

સંજના બાઇક ઉપર ખુલ્લા હાથે અને માસ્ક પહેર્યા વગર રાઇડિંગ કરી રહી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો પોલીસની નજરમાં પણ આવી ગયો હતો અને ત્યારબાદ ઉંમર પોલીસ દોડતી થઇ ગઈ હતી.

બારડોલીથી સુરતમાં આવીને સ્ટન્ટ કરનારી આ યુવતીને હવે જેલમાં જવાનો વારો આવ્યો છે. ઉંમર પોલીસ દ્વારા આ યુવતી વિરુદ્ધ જોખમી સ્ટન્ટ કરવા બદલ અને લોકોના જીવ જોખમમાં મુકવા બદલ ગુન્હો નોંધીને કાર્યવાહી કરતા ધરપકડ કરી હતી.

વીડિયો વાયરલ થવાની સાથે જ ઉંમર પોલીસ તપાસમાં લાગી હતી અને પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ યુવતીનું નામ સંજના ઉર્ફે પ્રિન્સી ચંદ્રકિશોર પ્રસાદ છે. જે મૂળ બારડોલીની રહેવાસી છે અને બારડોલીની કોલેજમાં જ બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.

સોશિયલ મીડિયા ઉપર પણ તે ઘણું મોટું ફોલોઅર્સ ધરાવે છે. તેના ઇન્સ્ટાગ્રામ ઉપર જ 3.27 લાખ જેટલા ફોલોઅર્સ છે. એટલું જ નહિ ઇન્સ્ટાગ્રામ ઉપર સંજનાના ઘણા આઈડી પણ મળ્યા છે જેમાં તેના પોતાના સ્ટન્ટ કરતી ઢગલાબંધ વાયરલ તસવીરો અને વીડિયો જોવા મળેલ છે.

સંજનાએ પોસ્ટ કરેલી વીડિયો અને મોટાભાગની તસ્વીરોમાં જોવા મળે છે કે તે મોંઘાદાટ કેટીએમ, બુલેટ, ડ્યુક જેવી બાઈકની રાઈડ કરે છે. આ ઉરપટ તે કાર ડ્રાઈવ પણ કરતી જોવા મળે છે.

પોલીસને જયારે આ વીડિયો વિશે જાણ થઇ ત્યારે તેમને વધુ તપાસ હાથ ધરી હતી અને જેમાં જોવા મળ્યું હતું કે સંજના માસ્ક વગર ખુલ્લા હાથે બાઈક ચલાવી રહી હતી. રબાદ પોલીસે માસ્ક વગર અને એપેડમિક ડિસીઝ એક્ટ અને લોકોની જીંદગી ભયમાં મૂકવા બદલ ગુનો નોંધી અટકાયત કરી હતી.

પ્રિન્સીએ ઈન્સ્ટાગ્રામ પર જે પણ ફોટો અને વીડિયો પોસ્ટ કર્યા છે તેમાં તેની ભવ્ય લાઈફસ્ટાઈલ જોઈ શકાય છે. ટૂંકા અને મોર્ડન કપડામાં પ્રિન્સીના બાઈક સ્ટંટ કરતા ફોટો અને વીડિયો તેના શોખને બતાવે છે.

સંજનાનો વીડિયો કોઈ જાગૃત વ્યક્તિએ પોલીસ કંટ્રોલ રૂમમાં આપ્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમ પાસે આ વીડિયો આવતા તેમને ઉમરા પોલીસને તપાસ માટે આપ્યો હતો. પોલીસે કેટીએમ બાઇકના નં. GJ-22-L-9378ના આધારે તપાસ હાથ ધરી હતી.

 

View this post on Instagram

 

A post shared by _SANJU_ (@_princy_sanju_99)

આ બાઇકના માલિક મોહંમદ બિલાલ રસુલભાઇ ઘાંચી હોવાનું સામે આવતાં પોલીસે તેમનો સંપર્ક કર્યો હતો. મોહંમદ બિલાલે પોતાની બાઇક ડુમસ રોડ પર વીઆર મોલ ખાતે સંજના ઉર્ફે પ્રિન્સી ચંદ્રકિશોર પ્રસાદને ફોટોગ્રાફી અને રાઇડિંગ માટે આપી હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે આ યુવતીને શોધી કાઢી હતી.

 

View this post on Instagram

 

A post shared by princu Sanju (@prince__sanju__)


સંજના દ્વારા પોલીસને આપવામાં આવેલા વીડિયોમાં સંજના લાઇટ કલરનું જીન્સ, ટી-શર્ટ અને રેડ કલરનું જેકેટ પહેરીને માસ્ક પહેર્યા વગર છુટા હાથે બિન્દાસપણે સ્પીડમાં કેટીએમ બાઇક હંકારતા નજરે પડી રહી હતી. વીડિયોમાં જોતા આ વીડિયો વીઆર મોલ અને તેની આજુબાજુનો વિસ્તાર નજરે પડી રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by @princy.sanju.99

Niraj Patel