સુરત : માતાનું ધ્યાન ન રહેતા એક વર્ષની બાળકી પાણી સમજી એસીડ ગટગટાવી ગઇ, મૃત્યુ પામી બિચારી….

વાલીઓ ચેતી જજો : સુરતનામાં માતા કામમાં વ્યસ્ત હતીને દીકરીની એક ભૂલને લીધે થઇ ગયું મૃત્યુ

માતા-પિતાની સહેજ પણ નજર હટતા ઘણીવાર નાના બાળકો એવું એવું કરી દે છે કે તેને કારણે કેટલીકવાર તેઓ મોતને પણ ભેટતા હોય છે. કેટલીકવાર માતા રસોઇમાં વ્યસ્ત રહેતા બાલ્કનીમાં રમતા નાના બાળકનું પટકાઇ જવાની તો પછી નાનું બાળક કંઇક ગળી જવાની ઘટના સામે આવે છે. ત્યારે હાલમાં સુરતમાંથી એક એવી ઘટના સામે આવી, જેણે બધાના રૂંવાડા ઊભા કરી દીધા.

સુરતના લિંબાયત વિસ્તારમાં રોઝા ખોલવાના હોવાથી માતા રસોડામાં કામ કરી રહી હતી અને આ દરમિયાન તેની એક વર્ષની બાળકી પાણી સમજી એસિડ પી ગઇ. જો કે, તેની હાલત ગંભીક થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પણ પાંચ દિવસ સુધી મોત સામે જંગ લડ્યા બાદ બાળકીએ દમ તોડી દીધો. ઘટના બાદથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો અને માતા-પિતાના તો રડી રડીને હાલ બેહાલ થઇ રહ્યા હતા.

ઘટનાની પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરતના લિંબાયતમાં આવેલ મદીના મસ્જિદ નજીકના વિસ્તારમાંથી મુસ્લિમ પરિવારની એક વર્ષની બાળકી પાણી સમજી એસિડ ગટગટાવી ગઈ. 31 માર્ચના રોજ આ ઘટના બની હતી. બાળકીની માતા રોઝા ખોલવાના હોવાથી રસોડામાં કામ કરી રહી હતી અને આ દરમિયાન 1 વર્ષની બાળકી એસિડને પાણી સમજીને પી ગઈ. એસિડ પી જતા તેની હાલત ગંભીર બની હતી.

જે બાદ તેને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી અને પાંચ દિવસની સારવાર બાદ બાળકીએ દમ તોડી દીધો. બાળકીના મોતને પગલે પરિવારમાં પણ શોકનો માહોલ ફેલાઇ ગયો હતો. સિવિલ હોસ્પિટલના ડોક્ટર અનુસાર બાળકી લગભગ 50ML જેટલું એસિડ ગટગટાવી ગઈ હોવાને કારણે તેની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી. જો કે, તેને આઇસીયુ વિભાગમાં ખસેડી તાત્કાલિક સારવાર શરૂ કરાઇ હતી પણ બાળકી 5 દિવસ સુધી મોત સામે જંગ લડ્યા બાદ મોતને ભેટી.

Shah Jina