બોલીવુડને સૌથી મોટો ઝાટકો ! દિવંગત ડાયરેક્ટર યશ ચોપરાની પત્ની અને રાની મુખર્જીની સાસુનું નિધન

મનોરંજન જગતથી હાલમાં એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. દિવંગત ફિલ્મ નિર્માતા યશ ચોપરાની પત્ની પામેલા ચોપરાનું નિધન થઇ ગયુ છે. તેણે 85 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનની ખબરથી ઇન્ડસ્ટ્રીમાં શોક છવાઇ ગયો છે. રાની મુખર્જીની સાસુ પામેલા ચોપરાના પતિ એટલે કે મશહૂર ડાયરેક્ટર યશ ચોપરાએ લગભગ 11 વર્ષ પહેલા આ દુનિયાને અલવિદા કહ્યુ હતુ અને હવે પામેલા ચોપરાના નિધન બાદ યશરાજ પરિવારમાં શોકનો માહોલ છે.

એવું કહેવામાં આવે છે કે 20 એપ્રિલે એટલે કે આજે સવારે તેમણે છેલ્લા શ્વાસ લીધા. પામેલા ચોપરા એક જાણિતી સિંગર, ફિલ્મ રાઇટર અને પ્રોડ્યુસર હતા. તેમણે કભી-કભી, દૂસરા આદમી, ત્રિશૂલ, ચાંદની, લમ્હે, સિલસિલા, કાલા પત્થર, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને મુજસે દોસ્તી કરોગે સહિત પતિ યશ ચોપરાની ઘણી ફિલ્મોમાં ગીત ગાયા. પામેલા ચોપરાએ યશરાજ બેનરની ઘણી ફિલ્મોના મ્યુઝિકમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યુ છે.

તે ઘણી ફિલ્મોમાં ડ્રેસ ડિઝાઇનર તરીકે પણ સામેલ હતા. જેમાં સિલસિલા સિવાય સવાલ, વીર જારા અને મેરે યાર કી શાદી હૈ જેવી ફિલ્મો સામેલ છે. પામેલા ચોપરાએ યશ ચોપરા લાથે 1970માં લગ્ન કર્યા હતા અને તેમના અરેન્જ મેરેજ થયા હતા. જેમાં ફિલ્મમેકર રમેશ શર્માનો મહત્વનો રોલ રહ્યો હતો. યશ ચોપરા સાથે લગ્ન બાદ પામેલા દીકરા આદિત્ય ચોપરા અને ઉદય ચોપરાની માતા બન્યા.

લગ્ન બાદ તે પૂરી રીતે બાળકોની પરવરિશ અને ઘરના ધ્યાનમાં જ રહ્યા. ભલે પામેલા ચોપરા અરબોની સંપત્તિની માલકિન રહી પણ તેઓ એક મિડલ ક્લાસ વાઇફની જેમ જ રહેતા. પામેલા ચોપરા હંમેશા લાઇમલાઇટથી દૂર રહ્યા છે પણ પતિની ફિલ્મોમાં તે હંમેશા કામ કરતા. પામેલા ચોપરા સંબંધમાં એક્ટ્રેસ સિમી ગ્રેવાલની કઝિન હતા.

Shah Jina