લ્યો બોલો! આ શહેરમાં લોકોના મરવા પર છે પ્રતિબંધ, યમરાજ માટે છે NO ENTRY!

સરકારે માનવીઓના મૃત્યુ પર આ કારણે લગાવ્યો પ્રતિબંધ

આ પૃથ્વી પર એક દેશ એવો પણ છે, જ્યાં મૃત્યુ પર પ્રતિબંધ છે. આ દેશમાં કોઈ મરી શકે નહીં, કારણ કે અહીંના વહીવટીતંત્રે મૃત્યુ પર પ્રતિબંધ મૂક્યો છે. ઘણીવાર તમે સાંભળ્યું હશે કે જ્યારે પૃથ્વી પર કોઈનું મૃત્યુ થાય છે, તે પછી યમરાજ મૃત વ્યક્તિની આત્મા લેવા આવે છે.

એવું કહેવાય છે કે મૃત્યુને કોઈ રોકી શકતું નથી. જ્યારે થવાનું હોય ત્યારે થાય. પછી ભલે વ્યક્તિ ગમે તેટલો પ્રયત્ન કરે. પરંતુ યમરાજને દુનિયાના આ અનોખા દેશમાં આવવાની મનાઈ છે, કારણ કે આ દેશમાં મૃત્યુ પર પ્રતિબંધ છે. અહીં કોઈ વ્યક્તિ મરી શકે નહીં, કારણ કે અહીંના વહીવટીતંત્રે અહીંના લોકોના મૃત્યુ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

પૃથ્વીના નકશા પર એક દેશ છે નોર્વે. આ દેશમાં એક નાનકડું શહેર ‘લોન્ગઈયરબેન’ છે. અહિં એવો કાયદો છે કે કોઈ મરી ન શકે. અહીંના વહીવટીતંત્રે માનવીઓના મૃત્યુ પર કડક પ્રતિબંધ મુક્યો છે. એટલું જ નહીં, અહીં કોઈનું મૃત્યુ થવાનું હોય તો વહીવટીતંત્ર તેને હેલિકોપ્ટરની મદદથી બીજી જગ્યાએ લઈ જાય છે.

જ્યારે તે વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે તેના અંતિમ સંસ્કાર ત્યાં જ કરવામાં આવે છે. વહીવટીતંત્રના આ વિચિત્ર નિર્ણયનું મુખ્ય કારણ એ છે કે અહીં ઘણો બરફ છે. શિયાળાની ઋતુમાં અહીં ખૂબ ઠંડી પડે છે. આવી સ્થિતિમાં, જો કોઈ અહીં મૃત્યુ પામે છે, તો પછી તેનુ મૃત શરીર ઓગળતુ નથી. અને જો કોઈ વ્યક્તિને કોઈ રોગ હોય, તો તેની અંદર રહેલા જંતુઓ પણ જીવિત રહે છે.

જેની હવામાન પર ખરાબ અસર પડે છે. શહેરને રોગચાળાથી બચાવવા માટે, અહીં મરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, આ શહેરની વસ્તી માત્ર 2000 લોકોની છે અને છેલ્લા 70 વર્ષથી અહીં એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી.

YC