“અમને ગાળો બોલ્યા..ધક્કા માર્યા.. મારવા હોય તો મારી નાખો” વિનેશ ફોગાટે રડતા રડતા કહ્યું, “શું આ દિવસ માટે અમે મેડલ જીત્યો હતો…”, જુઓ

“મારવા જ હોય તો મારી નાખો.. શું આ દિવસ માટે મેડલ લાવ્યા હતા ?” કેમ  અડધી રાત્રે રડી વિનેશ ફોગાટ, જાણો સમગ્ર મામલો

Wrestlers Protest: દિલ્હીના જંતર મંતર પર પહેલવાનો ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ અને સાંસદ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ધરણા પર બેઠા છે. ત્યારે ગત બુધવારના મોડી રાત્રે તેમની અને પોલીસ વચ્ચે માથાકૂટ થઇ ગઈ હતી. કુસ્તીબાજો અને પોલીસ વચ્ચેના આ ઝપાઝપી બાદ ટોપ રેસલર વિનેશ ફોગાટ રડવા લાગી હતી. મીડિયાના કેમેરા સામે રડતા રડતા વિનેશ ફોગાટે કહ્યું કે શું અમે આ દિવસ માટે મેડલ જીત્યા?”

પોલીસ અધિકારી દારૂના નશામાં હોવાનો દાવો:
પ્રદર્શનકારીઓનો આરોપ છે કે એક પોલીસ અધિકારી, જે દારૂના નશામાં હતો, તેણે બે કુસ્તીબાજો પર હુમલો કર્યો. વિનેશ ફોગાટે કહ્યું કે “પોલીસકર્મીઓ બધાને ધક્કો મારી રહ્યા હતા. અમે ગુનેગાર નથી કે અમારી સાથે આવું વર્તન કરે છે.” વિનેશ ફોગાટે સ્થળ પર મહિલા પોલીસ કર્મચારીઓની ઉપલબ્ધતાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. વિનેશ ફોગટે કહ્યું, ‘મને પોલીસકર્મીએ ધક્કો માર્યો અને દુર્વ્યવહાર કર્યો, મહિલા પોલીસકર્મીઓ ક્યાં છે?’

બજરંગ પુનિયાએ મેડલ પાછા લેવાની કરી સરકારને વિનંતી:
કુસ્તીબાજ બજરંગ પુનિયા પણ કેમેરા સામે ભાવુક થઈ ગયા. તેણે સરકારને તેના તમામ મેડલ પાછા લેવા વિનંતી કરી. જણાવી દઈએ કે બજરંગ પુનિયાએ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં દેશ માટે 4 મેડલ જીત્યા છે. 23 એપ્રિલથી બજરંગ પુનિયા દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બજરંગ પુનિયાએ કહ્યું કે વરસાદને કારણે અમારી પથારી ભીની થઈ ગઈ. તેથી અમે ફોલ્ડિંગ પલંગ લાવી રહ્યા હતા પરંતુ પોલીસે અમને મંજૂરી આપી ન હતી.

ધક્કામુક્કી મામલે પોલીસનો જવાબ:
જંતર-મંતર પર થયેલા આ હંગામા બાદ દિલ્હી પોલીસે પણ પોતાની વાત રાખી છે. જ્યારે પોલીસને બેડ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે પોલીસે કહ્યું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતીને હંગામા બાદ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. સોમનાથ ભારતી ફોલ્ડિંગ બેડ સાથે પરવાનગી વિના ધરણા સ્થળ પર આવ્યા હતા. અહીં આવ્યા પછી, તેમના સમર્થકો આક્રમક બન્યા અને મંજૂરી ન હોવા છતાં, તેઓએ ટ્રક દ્વારા આ બેડને અહીં લાવવાનો પ્રયાસ કર્યો. જે બાદ સોમનાથ ભારતી અને અન્ય બેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

પોલીસ અથડામણમાં દુષ્યંત ફોગટનું માથું તૂટ્યું:
આ અથડામણમાં રેસલર વિનેશ ફોગટના ભાઈ દુષ્યંતના માથામાં ઈજા થઈ હતી. અન્ય રેસલર રાહુલ પણ ઘાયલ છે. હંગામા બાદ કુસ્તીબાજોએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. આ દરમિયાન વિનેશ અને સાક્ષી રડવા લાગ્યા. તેણે કહ્યું કે તે આ દિવસે જોવા માટે જ દેશ માટે મેડલ લાવ્યા હતા. દરેક વ્યક્તિએ વધુમાં વધુ લોકોને જંતર-મંતર પહોંચવા અપીલ કરી હતી. જોકે, બાદમાં બજરંગે વીડિયો જાહેર કરીને આ અપીલ પાછી ખેંચી લીધી હતી.

Niraj Patel