ગુજરાતનું ગૌરવ બની ગયેલા સૌથી ઓછી હાઈટ ધરાવતા ડોક્ટર ગણેશ બારૈયાની સંઘર્ષ ખરેખર સલામની પાત્ર છે, જુઓ તેની સંઘર્ષ ગાથા

કોણ છે ગણેશ બારૈયા ? જેને સૌથી ઓછી હાઇટના ડોક્ટર બનીને ગિનિસ બુકમાં નોંધાવ્યો રેકોર્ડ, ગરીબ ઘરના અને ગુજરાતનું ગૌરવ બનેલા આ વ્યક્તિની કહાની બની જશે પ્રેરણા દાયક

Dr. Ganesh Baraiya Struggle : દુનિયામાં ઘણા બધા એવા લોકો છે જે સામાન્ય લોકો કરતા અલગ હોય છે. કુદરતે તેમને સામાન્ય માણસ જેવા નથી બનાવ્યા હોતા, કોઈને કોઈ ખોલખાપણ હોય છે તો કોઈને ઓછી ઊંચાઈ મળે છે. પરંતુ આવા લોકો પાસે પ્રતિભા ખુબ જ ખાસ હોય છે. એવા જ એક પ્રીતિભાશાળી વ્યક્તિની વાત આજે અમે તમને જણાવીશું. જેમની ઊંચાઈ તો માત્ર 3 ફૂટ છે, પરંતુ તેમને પોતાની મહેનત અને લગનથી એવું મુકામ હાસંલ કર્યું કે આજે ગુજરાત જ નહીં આખો દેશ તેમને સલામ કરી રહ્યો છે.

અમે વાત કરી રહ્યા છે ભાવનગરના તળાજાના ગોરખી ગામના રહેવાસી ગણેશ બારૈયાની.  જેમની હાઇટ માત્ર 3 ફૂટ છે અને વજન લગભગ 15 કિલો આસપાસ છે. તે ભણવામાં ખુબ જ હોશિયાર હતો અને તેનું સપનું પણ ડોક્ટર બનવાનું હતું. તે જ્યારે એડમિશન લેવા ગયો ત્યારે મેડિકલ કમિટીએ તેને નકારી દીધો અને કહ્યું કે તું ડોક્ટર બનવા લાયક નથી. આ જ વાતથી સમસમી ઊઠેલા ગણેશ બારૈયાએ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા પણ સફળતા ન મળી અને તે બાદ સુપ્રિમ કોર્ટના દ્વારે ગયો અને લડાઈ લડી.

આખરે ગણેશે આ લડાઇ જીતી અને ગ્રીન સિગ્નલ મેળવી ડોક્ટર બન્યો. ગણેશ બારૈયા એમ.બી.બી.એસ પુર્ણ કરતાની સાથે જ સૌથી ઓછી ઉંચાઇ ધરાવતા ડોકટર તરીકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યુ. 72 ટકા શારીરિક ખામીને પગલે તેને દિવ્યાંગ ઉમેદવારના ક્વોટામાં એડમિશન મળ્યું હતુ, તેને નીટની પરીક્ષામાં 223 માર્ક મળ્યા હતા. એક સમયે મેડિકલમાં એડમિશન લેવા ગયેલા ગણેશની ઊંચાઈ જોઈને કમિટીએ કહ્યું હતું કે, તારી હાઈટ આટલી છે તો ઓપરેશન કેવી રીતે કરી શકીશ.

આવું કહી તેને મેડિકલમાં પ્રવેશ આપવાનો કમિટીએ ઈન્કાર દીધો હતો. મેડિકલ ક્ષેત્રે અભ્યાસક્રમો અને પ્રવેશ સમિતિએ રોક લગાવતા ગણેશે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા અને સુપ્રીમ કોર્ટે પ્રવેશ સમિતિની પાયાવિહોણી બાબતને ફગાવી ગણેશને તબીબી ક્ષેત્રે હરણફાળ ભરવા લીલી ઝંડી આપી. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ગણેશ અને તેના પરિવારની ખુશીનો કોઇ પાર જ નહોતો રહ્યો. ગરીબ પરિવારમાં જન્મેલા ગણેશનો ધ્યેય કોઈ પણ ભોગે ડોક્ટર બનવાનો બતો અને તે ડોક્ટર બનીને ખાસ બાળકોની ઉંચાઈ વધારી શકાય એવું કોઈ સંશોધન કરવા માગતો.

ગણેશે તળાજાની નીલકંઠ વિદ્યાપીઠમાંથી વર્ષ 2018 દરમિયાન લેવાયેલી બોર્ડની પરીક્ષામાં B ગ્રૂપ સાથે 12 સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યો અને 87% લાવ્યો. તેણે NEETમાં 223 જેટલો સારો સ્કોર કર્યો હતો. ગણેશને એમ હતું કે ડોક્ટર બનવાનું એનું સપનું હવે પૂરું થશે પણ ભગવાન જાણે કે એની કસોટી કરી રહ્યા હોય એમ પ્રવેશ સમિતિએ ગણેશને એડમિશન ના આપ્યું અને એનું કારણ હતુ શારીરિક ઊંચાઇ ઓછી અને વજન માપસર ન હોવાથી તેને દિવ્યાંગતા ગણી.

આ ઉપરાંત આ દિવ્યાંગતા 72%થી વધુ હોવાથી ડોક્ટર તરીકે ઇમરજન્સી કેસ હેન્ડલ ન કરી શકે એવી ધારણા માત્રથી ગણેશને તબીબી વિદ્યાશાખામાં પ્રવેશ અપાયો નહીં. આ પછી ગણેશે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા પણ પરિવારની સ્થિતિ એટલી નહોતી કે હાઇકોર્ટના વકીલની ફી ભરી શકે. જો કે, તેને ઘણા લોકોનો સાથ મળ્યો. પરંતુ હાઇકોર્ટમાં ગણેશની વિરુદ્ધમાં કેસનો ચુકાદો આવ્યો અને તે બાદ ગણેશ સુપ્રીમ કોર્ટમાં ગયો અને આખરે તેનો વિજય થયો. સુપ્રીમ કોર્ટે ગણેશ બારૈયાની તરફેણમાં ચૂકાદો આપ્યો અને કહ્યું કે, કોઈ વિદ્યાર્થીની શારીરિક ઊંચાઇ ઓછી હોય કે વજન માપસર ન હોય તેના કારણે તેને કારકિર્દીમાં આગળ વધતો અટકાવી શકાય નહીં.

Niraj Patel