આ છે દુનિયાનું સૌથી અમીર ગામ, જ્યાંના દરેક નાગરિકના ખાતામાં છે કરોડો રૂપિયા, ગામનો નજારો જોઈએ હક્કા બક્કા રહી જશો

આ ગામની અંદર દરેક વ્યક્તિનું ઘર છે આલીશાન હોટલ જેવું, ગામની અંદર છે 5 સ્ટાર સુવિધાઓ, જુઓ તસવીરો

આજે લોકો ગામડાઓ છોડી અને શહેર તરફ દોડે છે, કારણ કે શહેરમાં કમાણીના અઢળક સાધનો છે, ઘણા એવા ગામો વિશે તમે સાંભળ્યું હશે કે જે ગામની અંદર ઘણા લોકો પૈસા  વાળા પણ હશે પરંતુ આજે અમે તમને એક એવા ગામ વિશે જણાવીશું જેના દરેક વ્યક્તિના ખાતામાં કરોડો રૂપિયા છે. આ ગામની અંદર શહેર કરતા પણ વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ છે.

આ ગામ આવેલું છે આપણા પાડોશી દેશ ચાઈનાના જિયાસુંગ પ્રાંતમાં, જેનું નામ વાકશી છે. પરંતુ આ ગામને સુપર વિલેજ નામ આપવામાં આવ્યું છે. ગામના નામને અનુરૂપ જ અહીંયાના લોકો ખુબ જ શાનથી પોતાનું જીવન વિતાવે છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ગામના દરેક નાગરિકના ખાતાની અંદર 1.50 કરોડ કરતા પણ વધારેની રકમ જમા છે. ગામનો દરેક વ્યક્તિ કરોડપતિ છે. જેના કારણે આ ગામની એક આગવી વિશેષતા જોવા મળે છે.

ફક્ત એટલું જ નહિ આ ગામના દરેક નાગરિક પાસે આલીશાન ઘર ચમચમાતી ગાડીઓ પણ છે. આ ગામને કરોડો ડોલરની કંપનીઓનો ગઢ માનવામાં આવે છે. જેમાં સ્ટીલ અને શિપિંગ જેવી મુખ્ય કંપનીઓ સામેલ છે.

જણાવવામાં આવી રહ્યું છે કે ગામની અંદર મોટાભાગના ઘર એવા છે જેને બહારથી જોતા કોઈ આલીશાન હોટલની જેમ દેખાય છે. આ ગામની અંદર થીમ પાર્ક, ટેક્સી અને હેલીકૉપ્ટર જેવી સુવિધાઓ પણ અહીંયા ઉપલબ્ધ છે. અહીંયાના રસ્તાઓ પણ રોશનીથી ચમકતા જોવા મળે છે.

આજે ભલે આ ગામ આટલું ધનવાન દેખાતું હોય, પરંતુ એક સમય હતો જયારે આ ગામ ખુબ જ ગરીબ હતું. ગામને સફળ બનાવવા પાછળ અને આ શિખર ઉપર પહોંચાડવા પાછળ કમ્યુનિટી પાર્ટીના સ્થાનિક સચિવ વુ રેનોબોનો સૌથી મોટો શ્રેય છે. તેમને જ ગામના વિકાસનો ઢાંચો નક્કી કર્યો હતો. રેનાબોએ જ કંપનીનું ગઠન કરીને સામુહિક ખેતીમાં વધારો કર્યો હતો.

Niraj Patel