આ છે દુનિયાની સૌથી મોંઘી કેરી, કિંમત જાણીને રહી જશો હેરાન

દુકાન પર મળતી નથી આ કેરી…ભાવ જાણવાની હિમ્મત ન કરતા…

દુનિયામાં સૌથી વધારે ઉપયોગ કરનાર ફળોમાંની એક છે કેરી. કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. તેને દુનિયાભરમાં શોખથી ખાવામાં આવે છે. પરંતુ તમને કદાચ જ એ ખબર હશે કે દુનિયાની સૌથી મોંઘી કેરી ભારતમાં નથી મળતી અને તેની કિંમત એટલી છે કે, તેને ખરીદવા માટે મોટા મોટા અમીરોના પણ પરસેવા છૂટી જાય.

દુનિયાની સૌથી મોંધી કેરીનો દરજ્જો જાપાની કેરીની એક કિસ્મને મળ્યો છે. તાઇયો નો તામાગો નામની આ કેરી મિયાજારી પ્રાંતમાં પેદા થાય છે. આ કેરીમાં મિઠાસ સાથે અન્નાસ અને નારિયેળનો પણ હળવો સ્વાદ આવે છે. તેને એક ખાસ તરીકે તૈયાર કરવામાં આવે છે. કેરીના પેડ પર ફળ આવતા એક-એક ફળને જાળીદાર કપડાથી બાંધવામાં આવે છે. આ એવી રીતે હોય છે કે ફળ પર પૂરી રીતે તડકો આવે જયારે જાળીવાળો ભાગ બચેલો રહે. આનાથી કેરીની રંગત જ અલગ હોય છે.

આ કેરીની ખેતી માત્ર સ્પેશિયલ ઓર્ડર મળવા પર જ થાય છે. જાપાનમાં તેને ગરમી અને ઠંડી વચ્ચેના મોસમમાં તૈયાર કરવામાં આવે છે, જેના કારણે તેની કિંમત પણ ઘણી વધારે હોય છે. આ પ્રત્યેક કેરીનું વજન 350 ગ્રામ હોય છે, એવામાં તમે વિચારી શકો છો કે લગભગ 700 ગ્રામ કેરીની કિંમત જયારે 2.5 લાખથી પણ વધારે છે તો એક કિલો ખરીદવા માટે 3 લાખ રૂપિયા ખર્ચ કરવા પડે. આ માર્કેટમાં ફળોની દુકાન પર નથી મળતુ પરંતુ તેની બોલી લગાવવામાં આવે છે.

જાપાની કલ્ચરમાં આ કેરીને ખાસ માન્ચતા છે, ત્યાના લોકો આને ગિફટમાં આપવાનું પસંદ કરે છે. કારણ કે તે સુરજની રોશનીમાં તૈયાર થાય છે. માનવામાં આવે છે કે, આ ગિફટ મેળવનારની કિસ્મત સૂરજ જેવી રોશન થઇ જાય છે.

Shah Jina