દુનિયાના સૌથી મોટા ગાલ વાળી મહિલાએ બતાવી પોતાની 6 વર્ષ જૂની તસવીર, રેકોર્ડ બનાવવાના ચક્કરમાં આ રીતે બગાડી દીધો ચહેરો, જુઓ

ભગવાને દરેક વસ્તુ સમજી વિચારીને બનાવી છે. ઈશ્વરે દરેક મનુષ્યને વિચાર કરીને બનાવ્યો છે. તેમનું દરેક સર્જન સુંદર હોવાનું કહેવાય છે. પરંતુ એવા ઘણા લોકો છે જે ભગવાન દ્વારા આપવામાં આવેલા દેખાવથી સંતુષ્ટ નથી. તે પોતાના શરીર અને દેખાવમાં ફેરફાર કરવા માટે અનેક પ્રકારની સર્જરીનો આશરો લે છે. કેટલીકવાર આ પ્રક્રિયા તેમના માટે શ્રાપ રૂપ પણ બની જાય છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયા પર યુક્રેનની અનાસ્તાસિયા પોખરેશ્ચુક તેના મોટા ગાલના કારણે ચર્ચામાં આવી છે. આ ગાલ આ સર્જરીનું પરિણામ છે. યુક્રેનની રહેવાસી અનાસ્તાસિયા પોખરેશચુક વ્યવસાયે મોડલ છે. તેનું નામ વિશ્વની સૌથી મોટી ગાલ ધરાવતી મહિલા તરીકે નોંધાયેલું છે. આવા લુક માટે તેના ગાલમાં ઘણી વખત ફિલર્સ નખાવ્યા છે.

હવે અનાસ્તાસિયા પોખરેશચુકે સોશિયલ મીડિયા પર તેની છ વર્ષ જૂની તસવીર શેર કરી છે. આ ફોટો જોયા પછી કોઈ માની નહીં શકે કે તે મોટા ગાલવાળી મહિલા છે. તે તેની જૂની તસવીરમાં ખૂબ જ અલગ દેખાઈ રહી છે. અનાસ્તાસિયા પોખરેશ્ચુકે સોશિયલ મીડિયા પર છ વર્ષ જૂની તસવીર શેર કરી છે. આ ફોટો જીમમાં લેવામાં આવ્યો હતો.

તેમાં અનાસ્તાસિયા પોખરેશચુકના વાળ ખુલ્લા છે અને તેના ગાલ સંપૂર્ણપણે સામાન્ય દેખાય છે. પરંતુ છ વર્ષ પછી આજની અનાસ્તાસિયા પોખરેશ્ચુકને ઓળખવી ખૂબ જ મુશ્કેલ છે. આજના લુક માટે 33 વર્ષીય અનાસ્તાસિયા પોખરેશચુકે અનેક સર્જરીઓ કરાવી છે. આ સર્જરીઓ દ્વારા, અનાસ્તાસિયા પોખરેશ્ચુક વિશ્વની સૌથી મોટી ગાલ ધરાવતી મહિલા બની.

અનાસ્તાસિયા પોખરેશ્ચુકે વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે ઘણી સર્જરી કરી છે. તેથી જ તેના ગાલ ખૂબ જ ફૂલેલા દેખાય છે. પરંતુ એવું નથી કે અનાસ્તાસિયા પોખરેશ્ચુકને ફક્ત તેના ગાલના હાડકાં બદલવા પડ્યા. તેણીએ તેના હોઠ પર ફિલર પણ લગાવ્યા છે અને તેના વાળ સાથે પણ પ્રયોગ કર્યો છે.

Anastasia Pokhreshchuk ના XL વળાંક માટે અનાસ્તાસિયા પોખરેશચુકના ચહેરા પર ઘણી વખત છરીઓ પણ ચાલવી હતી. પરંતુ 6 વર્ષ પહેલા જ્યારે લોકોએ તેનો લુક જોયો તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. ઘણા લોકોએ તેના પહેલાના લુકને સારો ગણાવ્યો હતો. એક યુઝરે લખ્યું કે તે પહેલાથી જ સારી દેખાતી હતી. હવે તેણે સર્જરી કરીને પોતાનો ચહેરો બગાડ્યો છે.

Niraj Patel