માસ્ક પહેર્યા વગર આઇસ્ક્રીમ લેવા માટે પહોંચી આ મહિલા, સ્ટાફે રોકી તો તેણે પહેલા તો પોતાના કપડા ઉતાર્યા અને પછી કર્યુ એવું કે…

કોરોના વાયરસનો કહેર હજુ પણ ચાલુ છે. તેવામાં ઓમિક્રોનનો ખતરો પણ હવે વધી રહ્યો છે. વિશ્વના અન્ય દેશોની જેમ ભારતમાં પણ કોવિડ-19નું ઓમિક્રોન વેરિઅન્ટ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ફરી એકવાર ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં જોરદાર ઉછાળો આવ્યો છે. આવી સ્થિતિમાં, માસ્ક પહેરવા અને અંતર જાળવવાના નિયમોનું પાલન કરવાની ખૂબ જ જરૂર છે. પરંતુ ઘણા લોકો આ વસ્તુઓ કરતા નથી અને જ્યારે તેમના પર દબાણ આવે છે, ત્યારે તેઓ વિચિત્ર વર્તન કરવા લાગે છે. હાલમાં આવું જ કંઇક બન્યુ છે, જેનો વીડિયો સામે આવ્યો છે. એક પતિ-પત્ની અને તેમના બે બાળકો એક આઈસ્ક્રીમની દુકાનમાં આઈસ્ક્રીમ ખરીદવા ઉભા હતા ત્યારે અચાનક એક મહિલા ત્યાં આવી. મહિલાએ માસ્ક પહેર્યું ન હતું તેથી દુકાનદારે તેને માસ્ક પહેરવાનું કહ્યું.

આ વાતથી મહિલાને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે તરત જ તેનો ડ્રેસ ઉતારી દીધો અને માત્ર બ્રા અને અન્ડરવેરમાં જ બધાની સામે ઉભી રહી. આ પછી, તેણે તેના ચહેરા પર માસ્કની જેમ ડ્રેસ બાંધ્યો. ધ સન વેબસાઈટના અહેવાલ મુજબ, આર્જેન્ટિનાના મેન્ડોઝા પ્રાંતના આઈસ્ક્રીમ પાર્લરમાં તાજેતરમાં જ આ ઘટના બની જેને જોઈને લોકો દંગ રહી ગયા. આ ઘટના 1 જાન્યુઆરીના રોજ રાત્રે લગભગ 10.40 વાગ્યાની જણાવવામાં આવી રહી છે.

આ ઘટના પશ્ચિમ આર્જેન્ટિનાના મેન્ડોઝા પ્રાંતના ગોડોય ક્રુઝ શહેરમાં બની હતી. આ ઘટનાના CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ તેમની દીકરીઓ સાથે આઈસ્ક્રીમ પાર્લરના કાઉન્ટર પર ઓર્ડર આપી રહ્યો છે. ત્યારે એક મહિલા પાર્લરમાં આવે છે. માસ્ક ન પહેરવા બદલ, તેને ત્યાંના સ્ટાફ દ્વારા અટકાવવામાં આવે છે. ગુસ્સે થયેલી મહિલા બધાની સામે પોતાના કપડા ઉતારી દે છે અને માસ્કની જેમ કપડાને ચહેરા પર બાંધવા લાગે છે. આ જોઈને ત્યાં હાજર લોકો દંગ રહી જાય છે.

Shah Jina