‘રમવા આવો માડી રમવા આવો…’ ગીત પર છોકરીઓએ જીમમાં કર્યા એવા ધાંસૂ ગરબા કે અંદાજ જોઇ હક્કા બક્કા રહી ગયા લોકો

સોશિયલ મીડિયા પર કયારે, શું વાયરલ થઇ જાય તેનું કંઇ કહી શકાતુ નથી. ઘણીવાર કેટલાક વીડિયો દિલને સૂકુન મળે તેવા હોય છે, તો ઘણીવાર કેટલાક વીડિયો હેરાન કરી દે તેવા હોય છે. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ટ્રેડમિલ પર ગરબા કરતા છોકરીઓના ગ્રુપને જોઇ શકાય છે. તમે ગુજરાતના ટ્રેડિશનલ ડ્રેસમાં છોકરીઓને જોઈ શકો છો. ટ્રેડમિલ પર તેમના ગરબા સ્ટેપ્સ જોઇ દરેક જણ મંત્રમુગ્ધ થઇ ગયા છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ગરબા વર્લ્ડ પર શેર કરવામાં આવ્યો હતો અને તેને 2 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે.

જો કે, ઈન્ટરનેટ યુઝર્સે એમ પણ કહ્યું છે કે ટ્રેડમિલ પર આવું કરવું ખતરનાક સાબિત થઈ શકે છે જો કોઈ વ્યક્તિ સંકલન ગુમાવી દે તો. તમે અત્યાર સુધીમાં ઘણા ગરબા પરફોર્મન્સ જોયા હશે પરંતુ આ બધા કરતા અલગ છે કારણ કે ગરબા ક્વિન્સ ટ્રેડમિલ પર ગરબે ઘૂમતા જોવા મળી રહી છે. જો કે, વીડિયોમાં ખૂબ જ આશ્ચર્યજનક એ છે કે છોકરીઓ ગરબા કરતા કરતા બિલકુલ પણ ચૂકી ન હતી અને ગરબા કરવાનું ચાલુ રાખ્યું હતું.

આ વિડીયો ચોંકાવનારો છે અને સાથે લોકોને પ્રેરણા પણ આપે છે કે જો એકાગ્રતા હોય તો સૌથી મુશ્કેલ કામ પણ સરળતાથી કરી શકાય છે. જીમમાં કસરત કરનારા ટ્રેનર્સ પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હશે. સામાન્ય રીતે લોકો ખુલ્લા મેદાનમાં ગરબા કરે છે અથવા તો ગરબા એકેડમીમાં કરે છે. પરંતુ આ છોકરીઓએ તો કમાલ જ કરી દીધુ.

 

View this post on Instagram

 

A post shared by garba world (400k) (@garba__world)

વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું, ‘તેમના લહેંગા ટ્રેડમિલ પર સુરક્ષિત નહોતા, કારણ કે તે ગમે ત્યાં ફસાઈ શકે છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘આવું કરવું ખતરનાક છે, જો કપડું ફસાઈ જાય તો મોટી દુર્ઘટના થઈ શકે છે.’ જો કે, સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Shah Jina