લગ્ન પહેલા આ છોકરીનું વજન હતું 158 કિલો, પરંતુ કોરોનાના કારણે લાગેલા લોકડાઉનમાં કર્યું એવું કે આજે બની ગઈ 88 કિલોની, જુઓ કેવી રીતે કર્યું ?

કોરોના મહામારી દરમિયાન લોકો તેમના ઘરોમાં બંધ હતા અને તેમની જીવનશૈલી એકદમ સુસ્ત બની ગઈ હતી. ખરાબ જીવનશૈલી, તણાવ, ખાનપાનને કારણે ઘણા લોકોનું વજન પણ વધી ગયું છે. આ પછી, જેમ જેમ બધું સામાન્ય થઈ ગયું, બધાએ વજન ઓછું કરવાનું શરૂ કર્યું. પરંતુ એક મહિલા એવી પણ છે જેણે લોકડાઉનમાં પોતાનું વજન વધાર્યું નથી પણ ઓછું કર્યું છે.

આ મહિલાનું વજન લગભગ 158 કિલો હતું, પરંતુ લોકડાઉનમાં તેણે પોતાનું વજન લગભગ 70 કિલો ઘટાડ્યું. લોકડાઉનમાં 70 કિલો વજન ઘટાડનારી મહિલાનું નામ મેલિસા વિલિયમ્સ છે, જે ઓસ્ટ્રેલિયાના બ્રિજેન્ડ, સાઉથ વેલ્સની રહેવાસી છે. ખરેખર, મેલિસા 2020ના ઉનાળામાં તેના મંગેતર ક્રિસ સાથે લગ્ન કરવા જઈ રહી હતી પરંતુ કોરોના રોગચાળાને કારણે લગ્ન મોકૂફ થઈ ગયા અને તે ખૂબ જ તણાવમાં હતી. તેણે પોતાનો બાકીનો સમય પોતાને ફિટ બનાવવા માટે આપ્યો અને તેણે પોતાનું વજન લગભગ 70 કિલો ઘટાડ્યું.

27 વર્ષની મેલિસા જ્યારે 2020માં લગ્ન કરવા જઈ રહી હતી ત્યારે તેનું વજન લગભગ 158 કિલો હતું અને હવે મે 2022માં તેનું વજન જૂના વજનના અડધા કરતાં પણ ઓછું થઈ ગયું છે. હવે મેલિસાનું વજન લગભગ 88 કિલો છે. તેના શરીરમાં એટલો ફરક આવી ગયો છે કે તેણે લગ્ન માટે નવો વેડિંગ ડ્રેસ ખરીદવો પડ્યો.

મેલિસાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે, મને ખાવાનો ખૂબ શોખ હતો. હું અઠવાડિયામાં ઓછામાં ઓછા 4 વખત બહારથી ખોરાક લેતી હતી. ખોરાકમાં વધુ ખાંડવાળી વસ્તુઓ અને જંક ફૂડનો ઉપયોગ થતો હતો. મારી ખાવાની આદતને કારણે જ મારું વજન વધવા લાગ્યું. હું મારા વધેલા વજનને લઈને ચિંતિત હતી પરંતુ લોકડાઉને મને વજન ઘટાડવા માટે પ્રેરિત કરી. વજન ઘટાડ્યા પછી, મેં ઓગસ્ટ 2021માં શરીરમાંથી વધારાની ત્વચાને દૂર કરવા માટે ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી કરી, જેનો ખર્ચ લગભગ 10 લાખ હતો.

મેલિસા ઈન્સ્ટાગ્રામ પર પણ ઘણી એક્ટિવ છે અને તેના ડાયટ અને વર્કઆઉટના ફોટા શેર કરતી રહે છે. તેની પોસ્ટ જોઈને લાગે છે કે તેણે પોતાના ડાયટ પર ઘણો કંટ્રોલ રાખ્યો હતો, જેના કારણે તેને વજન ઘટાડવામાં મદદ મળી હતી. લોકડાઉન દરમિયાન તેણે ઘરે શારીરિક પ્રવૃત્તિ કરવાનું શરૂ કર્યું, જેનાથી તેને કેલરી બર્ન કરવામાં અને વજન ઘટાડવામાં મદદ મળી.

મેલિસાએ ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું, હું મારી જાતને પહેલા કરતા વધુ સારી બનાવવા માંગતી હતી. મારા માતા-પિતા પણ મારા માટે ખૂબ ચિંતિત હતા. હું એકવાર ડ્રેટન મેનોર ખાતે થોમસ લેન્ડ ગઈ હતી. ત્યાં હું એક રાઇડમાં બેસવા માંગતી હતી, પરંતુ રાઇડરે મારું વજન વધારે હોવાનું કહીને મને ના બેસવા દીધી. આનાથી વધુ શરમ મેં ક્યારેય અનુભવી ન હતી.

મેલિસાએ વધુમાં કહ્યું કે, મારું બ્લડ પ્રેશર ખૂબ જ હાઈ હતું અને હું બિલકુલ ચાલી શકતી નહોતી. મને હંમેશા મારી પીઠમાં દુખાવો થતો હતો. મારી તબિયત ધીમે ધીમે બગડી રહી હતી તેથી હું જાણતી હતી કે મારે મારી જાતને બદલવાની જરૂર છે. મેલિસાએ વધુમાં કહ્યું કે, મને પહેલા ગરમી લાગતી હતી પરંતુ મારા વધેલા વજનને કારણે હું હંમેશા મારી જાતને ઢાંકીને રાખતી હતી. પરંતુ હવે વજન ઘટાડ્યા બાદ હું જે ઈચ્છું તે પહેરી શકું છું. અમે પહેલીવાર હનીમૂન પર ગયા હતા અને ત્યાં મેં મારા જીવનમાં પહેલીવાર ટૂંકા વસ્ત્રો પહેર્યા હતા. હવે હું ઘણા કિલોમીટર ચાલી શકું છું અને હું થાકતી નથી.

Niraj Patel