શોખ પડ્યો ભારે: ગિરનારથી પણ ઊંચા ડુંગર ઉપર હિંચકા ખાવા ગઈ 2 યુવતીઓ અને નીચે પટકાઈ, હૃદય કંપાવી દેનારો વીડિયો

હિંચકા ઉપર ઝૂલવાનું બાળકોથી લઈએં મોટેરાઓને પસંદ હોય છે, પરંતુ હિંચકા ઉપર ઝૂલવા દરમિયાન ઘણીવાર તે તૂટી જતા કે તેના ઉપરથી પટકાઈ જવાની ઘટનાઓ પણ બનતી હોય છે, હાલ સોશિયલ મીડિયા ઉપર એક એવી જ ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં બે યુવતીઓને પર્વત ઉપર હિંચકા ખાવાનો શોખ ભારે પડી ગયો.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક ખુબ જ ઊંચા પર્વત ઉપર હિંચકો બાંધેલો છે જેના ઉપર બે યુવતીઓ આવીને બેસે છે અને એક વ્યક્તિ તેમને ઝૂલો ઝુલાવે છે. થોડીવાર તે ખુબ જ શાંતિથી હિંચકા ઉપર બેસીને ઝૂલી રહ્યા હોય છે પરંતુ અચાનક જ સાંકળ તૂટી જવાના કારણે તે નીચે પટકાય છે. આ વીડિયો ખુબ જ ડરામણો છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે આ બંને યુવતીઓ રુસી ગણરાજ્ય દાગિસ્તાનમાં સ્થિત સુલાક કૈન્યન ઉપર ઝૂલાની સવારી કરી રહ્યા હતા. ત્યારે જ હિંચકાની એક સંકલ તૂટી ગઈ જેના કારણે તે પર્વતના કિનારે પટકાઈ. એ તો સારું રહ્યું કે તે પર્વત ઉપરથી નીચે ના પટકાઈ, તે બાજુમાં જ પડી અને તેમને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને તેમનો જીવ બચી ગયો. પરંતુ તે દુર્ઘટનાથી ખુબ જ ગભરાઈ પણ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

રૂસમાં આવેલા આ પર્વતની ઊંચાઈ 6300 ફૂટ છે. જેના ઉપર તે બંને યુવતીઓ હિંચકો ખાઈ રહી હતી, સારું હતું કે હિંચકો હવામાં હતો તે દરમિયાન આ ઘટના ના ઘટી નહિ તો બંને મહિલાઓએ પોતાના જીવથી પણ હાથ ધોવા પડી શકતા હતા, તેમને સામાન્ય જ ઈજાઓ પહોંચી છે, કોઈ ગંભીર ઇજા નથી પહોંચી.

Niraj Patel