કોર્ટની અંદર જજ સાહેબ કરી રહ્યા હતા સુનાવણી, ત્યારે જ મહિલા જમીન પર સુઈ ગઈ અને કરવા લાગી નાગિન ડાન્સ, લોકોમાં મચી ગઈ અફરા તફરી, વીડિયો વાયરલ

લો બોલો… જજ સાહેબે કોર્ટમાં ફેંસલોઃ આપતાની સાથે જ મહિલા કરવા લાગી નાગિન ડાન્સ, સમગ્ર વીડિયો જોઈને તમારા પણ હોશ ઉડી જશે

Women Doing Naagin Dance In Court : સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં ઘણા વીડિયોની અંદર કેટલીક એવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે જેને જોઈને હોશ ઉડી જતા હોય છે. ત્યારે હાલ એક એવો જ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક મહિલા કોર્ટની અંદર સાપનો અવાજ કાઢીને નાગિન ડાન્સ કરતા જોવા મળી હતી. આ જોઈને કોર્ટમાં પણ અફરા તફરીનો માહોલ પણ સજ્રાયો હતો.

કોર્ટમાં નગીન ડાન્સ :

લગ્નમાં નાગિન ડાન્સ એક પ્રથા છે. વરઘોડો હોય કે સ્ટેજ, નાગિન ડાન્સ ના થાય ત્યાં સુધી માહોલ જામતો નથી. પરંતુ શું તમે ક્યારેય કોઈને કોર્ટમાં નાગિન ડાન્સ કરતા જોયા છે? સાંભળવામાં થોડું અજીબ લાગશે, પરંતુ એક મહિલાએ ફેમિલી કોર્ટમાં આવું કર્યું છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સુનાવણી દરમિયાન તે જમીન પર પડી હતી અને સાપની જેમ અવાજ કરતી જોઈ શકાય છે. તેને નાટક કરતા જોવા લોકોના ટોળા ઉમટી પડે છે. ત્યાં હાજર એક વ્યક્તિએ આ સમગ્ર ડ્રામા કેમેરામાં કેદ કરી લીધો.

સાપ જેવો અવાજ પણ કાઢ્યો :

વાયરલ ક્લિપ હેન્ડલ GoldySrivastav દ્વારા ટ્વિટર (હવે x) પર પોસ્ટ કરવામાં આવી છે. કેપ્શનમાં યુઝરે દાવો કર્યો છે કે આ વીડિયો ઉત્તર પ્રદેશના સહારનપુરનો છે. જ્યાં ફેમિલી કોર્ટમાં સુનાવણી દરમિયાન એક મહિલાએ જમીન પર સૂઈને નાગ ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું. 29-સેકન્ડની ક્લિપમાં જોઈ શકાય છે કે તે માત્ર તેના હાથ-પગને સાપની જેમ ફેરવતી અને સાપની જેમ અવાજ પણ કરી રહી છે. તેના પગલાથી સમગ્ર કોર્ટ રૂમમાં વિચિત્ર વાતાવરણ સર્જાયું હતું.

લોકોમાં મચી અફરા તફરી :

જો કે, કોર્ટ રૂમમાં હાજર લોકોએ તેને શાંત પાડવાનો ખૂબ પ્રયાસ કર્યો. પરંતુ આનાથી મહિલાને કોઈ ફરક પડતો નથી અને તે નાગિન ડાન્સ કરવાનું બંધ કરતી નથી. મહિલાની આ હરકતથી ત્યાં હાજર જજ અને પોલીસ દંગ રહી ગયા. રિપોર્ટ અનુસાર, 20 મિનિટ સુધી રોલ કર્યા પછી, મહિલા પોતે શાંત થઈ ગઈ. જે બાદ તેના સંબંધીઓ તેને ઘરે લઈ ગયા હતા. આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને અમને તમારા પ્રતિભાવો જણાવો.

Niraj Patel