આ મહિલાએ બ્લાઉઝ વગર જ પહેરી લીધી સાડી, એક્સપરિમેંટ જોઇ તમે પણ માથુ પકડી લેશો- જુઓ તસવીરો અને વીડિયો

મહિલાએ બ્લાઉઝ વગર પહેરી સાડી, આવી મહેંદી જોઈને લોકો ભડક્યા, જુઓ વીડિયો

આ દિવસોમાં લગ્નની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઇ રહ્યા છે. ખાસ કરીને મહિલાઓ તેમના નવા ટ્રેન્ડ અને ફેશનને લઈને ઘણી એક્ટિવ હોય છે. આજકાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં એક મહિલાએ બ્લાઉઝ પહેરવાને બદલે અનોખો પ્રયોગ કર્યો છે. સાડી સાથે પરંપરાગત બ્લાઉઝ પહેરવાને બદલે, મહિલાએ મહેંદીનો બ્લાઉઝ બનાવ્યું છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કપડાનો બ્લાઉઝ પહેરવાને બદલે આ મહિલાએ તેના ઉપરના ભાગમાં મહેંદીની ડિઝાઇન મૂકાવી છે. મહિલાએ સફેદ રંગની સાડી પહેરી છે. તે એકદમ વાસ્તવિક ડિઝાઇનર બ્લાઉઝ જેવું લાગે છે. મહેંદીથી બનેલા આ બ્લાઉઝનો વીડિયો દરેક જગ્યાએ છવાયેલો છે. મહેંદીને એક રીતે ટેમ્પરરી ટેટૂ તરીકે પણ જોવામાં આવે છે. ખાસ કરીને લગ્નોમાં, નવવધૂઓ ચોક્કસપણે આખા હાથ અને પગમાં લગાવે છે. પરંતુ આવો એક્સપરિમેેંટ તમે કદાચ જ જોયો હશે.

ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો ‘હિના બ્લાઉઝ આગળ શું ?’ કૅપ્શન સાથે શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો પર લોકો તરફથી અલગ-અલગ પ્રકારની કોમેન્ટ આવી રહી છે. કોઈ આ મહિલાની સર્જનાત્મકતાના વખાણ કરી રહ્યું છે તો ઘણા લોકો તેની ટીકા કરી રહ્યા છે. આ વીડિયો પર એક યુઝરે લખ્યું છે, ‘ફેશનના નામે કંઈ પણ? થોડી શરમ રાખો.’ સાથે જ એકે લખ્યું છે કે, ‘સિલાઈ પર પૈસા બચાવવાનો આ એક સારો રસ્તો છે.’ બીજાએ લખ્યું, ‘લાગે છે કે આગામી ફેશન હિના સાડીની છે.’ તે જ સમયે, કેટલાક યુઝર્સે કહ્યું કે ક્રિએટિવિટીના નામે કંઈપણ ટ્રેન્ડ કરવામાં આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Thanos (@thanos_jatt)

Shah Jina