રાજકોટમાં પરણિતાને લગ્નના 7 દિવસ બાદ જ સાસરિયાઓએ બતાવી દીધા તેમના અસલી રંગ, પતિ જે બોલ્યો એ સાંભળીને લોહી ઉકળી જશે…

Woman tortured for dowry in Rajkot : ગુજરાતની અંદર છેલ્લા ઘણા  સમયથી મહિલાઓ પર અત્યાચાર થવાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. ઘણીવાર સાસરિયાઓ દ્વારા પરણિતાઓને દહેજ માટે પ્રતાડિત કરવામાં આવે છે અને માર પણ મારવામાં આવતો હોય છે, જેનાથી કંટાળીને કેટલીક મહિલાઓ મોતને પણ વહાલું કરી લેતી હોય છે. તો ઘણીવાર મહિલાઓ પોલીસ ફરિયાદ પણ કરતી હોય છે, હાલ એવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે,. જ્યાં એક મહિલાને દહેજ માટે પ્રતાડિત કરવામાં આવી રહી હતી. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

સાસરિયા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ :

રાજકોટમાં એક મહિલાએ તેના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે. મહિલા હાલ તેના પિયરમાં રહે છે. તેના લગ્ન જામનગરના હાપામાં થયા હતા. પરણીતાએ તેના પતિ, સાસુ સસરા, દિયર અને નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેને જણાવ્યું કે તે છેલ્લા એક વર્ષથી તેના પિયરમાં રહીને ઘર કામ કરે છે, તેના લગ્ન વર્ષ 2022માં સમાજના રીતિ રિવાજ અનુસાર થયા હતા. લગ્ન બાદ તે તેના પતિ અને સાસરિયા સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી.

લગ્નના 7 દિવસ બાદ બતાવ્યો અસલી રંગ :

લગ્નના સાત દિવસ સાર રીતે રાખ્યા બાદ સાસરિયાઓએ તેમનો અસલી રંગ બતાવવાનું શરૂ કરી દીધું. તેના સાસુએ તે કરિયાવરમાં ઠોબારો લાવી છું, તારા માતા પિતાએ ઓછો કરિયાવર આપ્યો છે એમ કહીને મહેણાં ટોણાં મારવાનું શરૂ કરી દીધું. નણંદ પણ તેને એમ કહેવા લાગી કે તેને જોઈ ઘરની કોઈ વાત કરી તો પિયર મોકલી દઈશ. આ ઉપરાંત મહિલાને ફોન પર પણ વાત કરવા દેવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. તેના પતિએ પણ તેને કહી દીધું કે તારે મારા ઘરવાળા કહે એમ જ કરવું પડશે અને છાનીમાની ખૂણામાં પડી રહેજે.

પતિ દારૂ પીને કરતો ઝઘડો :

તેના સસરા પણ તેને ક્હેતા હતા કે તું મારા દીકરાને લાયક જ નથી, અમારામાં સગામાં તું ચાલે એમ નથી અને અમને બટકી ગઈ છે. આવું બધું કહીને સાસરિયા તેની સાથે ઝઘડાઓ કરતા હતા. પતિ પણ દારૂ પીને આવતો અને તું મને ગમતું નથી, કાળી છું, દિયર પણ આમ કે કહીને મહેણાં મારતો હતો. જેના બાદ એક દિવસ પરણિતાને તાવ આવતા જ તેના પિયર છોડી આવ્યો અને એક વર્ષ થયું પણ તે પરણિતાને તેડવા પણ નથી આવ્યા.

Niraj Patel