બરફની નદીમાં આખી કાર ડૂબવા જતી હતી તો પણ મહિલા બોનેટ ઉપર ચઢીને સેલ્ફી લેવા લાગી, આખી કાર ડૂબી ગઈ અને છેલ્લે…. જુઓ વીડિયો

આજના સમયમાં સેલ્ફીના દીવાના લોકો દુનિયાભરમાં જોવા મળે છે. આવા ઘણા કિસ્સાઓ જોવા મળ્યા છે, જ્યારે લોકો સેલ્ફીના ચક્કરમાં કેટલાક લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ઘણા લોકો એવા હોય છે જે સેલફી લેવા માટે એવી એવી જગ્યાઓ ઉપર જાય છે જ્યાં જવાનું કોઈ સાહસ ના કરે અને ઘણીવાર આવી ઘટનામાં દુર્ઘટના પણ સર્જાતી હોય છે.

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક કાર સંપૂર્ણપણે બરફથી થીજી ગયેલી નદીમાં ડૂબતી જોઈ શકાય છે. પરંતુ આ વીડિયોમાં અચરજ પમાડે તેવું એ છે કે જે મહિલાની કાર બરફની નદીમાં ડૂબી રહી છે તે તેનો જીવ બચાવવાના બદલે કાર ઉપર ચઢીને સેલ્ફી લઇ રહી છે.

આપણે ત્યાં જ્યાં કેટલાક લોકો શિયાળા દરમિયાન નહાવાનું ટાળે છે અને ઠંડીમાં પાણીથી દૂર રહે છે, જ્યારે વિદેશી દેશોમાં એટલી ઠંડી પડે છે કે નદીઓ, તળાવો બધા બરફથી થીજી જાય છે અને નક્કર બની જાય છે. આવી સ્થિતિમાં કેટલાક પાગલ લોકો મોજ-મસ્તી કરવા નીકળી પડે છે અને આ બરફથી જામી ગયેલી જગ્યાઓ પર જાય છે. કેનેડામાં પણ આવું જ બન્યું જ્યારે એક મહિલા થીજી ગયેલી નદી પર કાર લઈને નીકળી.

કેનેડામાં ઉપનગરીય માનોટિકમાંરીડ્યુ નદીમાં કાર ચલાવતી વખતે નદીમાં તિરાડ પડતાં કાર ફસાઈ ગઈ હતી. જેના કારણે સ્થાનિક લોકો અને પ્રશાસનને તે કારના ડ્રાઈવરને બચાવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી, આ દરમિયાન મહિલા સેલ્ફી લેતી જોવા મળી હતી. જેમાં મહિલા નદીના બર્ફીલા પાણીમાં ડૂબી ગયેલી તેની કારની ઉપર પોઝ આપતી જોવા મળી હતી.

સોશિયલ મીડિયામાં જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે પાણીમાં ડૂબી રહેલી મહિલાને બચાવવા માટે સ્થાનિક લોકો હોડીનો સહારો લે છે અને તે મહિલાને પાણીની બહાર કાઢે છે. તો આ જ વીડિયોને રીટ્વીટ કરતા એક વ્યક્તિએ મહિલાની સેલ્ફી લેતી તસ્વીર પણ શેર કરી છે. જેના ઉપર જાણકારી રૂપે લખવામાં આવ્યું છે કે જે સમયે લોકો મહિલાનો જીવ બચાવવા માટે હેરાન થઇ રહ્યા હતા ત્યારે મહિલા સેલ્ફી લેવામાં વ્યસ્ત હતી.

Niraj Patel