લો બોલો… GPSમાં રસ્તો શોધવાના ચક્કરમાં આ મહિલા એવી ભેરવાઈ ગઈ જોઈને તમે પણ કહેશો… “ઓ બાપા…”

ધોળા દિવસે GPS મહિલાને આપી ગયું દગો ! કાર સાથે એવી જગ્યાએ પહોંચી ગઈ કે નીચે જોઈને ઉડી ગયા હોશ, જાણો સમગ્ર મામલો

Woman stuck on wooden bridge with car : આજે જમાનો ખુબ જ ફાસ્ટ ફોરવર્ડ બની ગયો છે અને દરેક કામ મોબાઈલમાં આંગળીના ટેરવા પર થઇ જાય છે, કોઈ દૂર બેઠેલા વ્યક્તિ સાથે વાત કરવી હોય કે પછી ભૂખ લાગી હોય તો ઓનલાઇન ખાવાનું મંગાવવું હોય, દરેક જગ્યાએ આજે ફોન ખુબ જ ઉપયોગી બની ગયો છે, જો ક્યાંય પણ આપણે ફરવા માટે જઈએ તો પણ મોબાઈલમાં જ ગુગલ મેપના સહારે આપણે સરળતાથી કોઈપણ જગ્યાએ પહોંચી જતા હોય છે. પરંતુ ઘણીવાર આ મેપના ભરોસે ફસાઈ પણ જવાય છે.

GPSના આધારે નીકળી મહિલા :

હાલ એક એવી જ ઘટના સામે આવી છે. થાઇલેન્ડની એક મહિલા, જે જીપીએસના આધારે ડ્રાઇવિંગ કરી રહી હતી, તેની કાર સાથે લાકડાના પુલ પર ચઢી. પરંતુ તેને ખ્યાલ ન હતો કે આ પુલ વાસ્તવમાં રાહદારીઓ માટે છે. ‘પટાયા ન્યૂઝ’ અનુસાર, આ ઘટના 28 જાન્યુઆરીએ સાંજે 5:30 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે મહિલા કાર દ્વારા વિઆંગ થોંગ બ્રિજને પાર કરવાનો પ્રયાસ કરી રહી હતી. આ 120 મીટર લાંબો પુલ છે, જેની વચ્ચે મહિલાની કાર ફસાઈ ગઈ હતી.

(પ્રતીકાત્મક તસવીર)

લાકડાના પુલ પર ફસાઈ કાર :

જ્યારે વાહનનું આગળનું વ્હીલ બ્રિજમાં ફસાઈ ગયું ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા મકન ઈંચન નામના વ્યક્તિની નજર પડી. તેણે તાત્કાલિક ઇમરજન્સી રિસ્પોન્સર્સને જાણ કરી. આ પછી, બચાવ ટીમ તરત જ મદદ માટે પહોંચી અને પુલને નુકસાન પહોંચાડ્યા વિના કારને ત્યાંથી હટાવવાની યોજના બનાવી.

 

View this post on Instagram

 

A post shared by WeirdKaya (@weirdkaya)

નદીમાં પડી જવાનો હતો ડર :

એક ઈન્ટરવ્યુમાં મહિલાએ જણાવ્યું કે તે નોંગ મુઆંગ ખાઈ જિલ્લાની છે અને સુંગ મેનમાં એક મિત્રને મળવા જઈ રહી હતી. રૂટ ન જાણતા, તેણી જીપીએસ સ્થાન પર સંપૂર્ણપણે નિર્ભર હતી, જે તેના મિત્ર દ્વારા શેર કરવામાં આવ્યું હતું.  મહિલાએ એમ પણ જણાવ્યું કે બ્રિજ પર ફસાયા બાદ તે ખૂબ જ ડરી ગઈ હતી. તેણીને ડર હતો કે તેની કાર પુલ નીચે યોમ નદીમાં પડી શકે છે, તેથી તેણીએ મદદ માંગી.

Niraj Patel